તમે ખાધી છે મોદીજી જેવા અદ્દલ દેખાતા કાકાની પાણીપુરી ? લોકો સ્પેશિયલ સેલ્ફી પડાવવા માટે જાય છે, જુઓ વીડિયો
Modiji’s Hamshakal sells Panipuri : એવું કહેવાય છે કે આ દુનિયામાં એક જેવા દેખાતા 7 ચહેરાઓ હોય છે. સેલેબ્રીટીના હમશકલ તો તમને ગમે તેમ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ તથા જોવા મળી જશે, પરંતુ સામાન્ય માણસના હમશકલ શોધવા ખુબ જ મુશ્કેલ હોય છે. ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી મોદીજી જેવા દેખાતા પણ ઘણા લોકોના વીડિયો સામે આવ્યા છે.
આપણે બધા જ જાણીએ છીએ કે પીએમ મોદી નાનપણમાં વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેંચતા હતા. પરંતુ હાલ મોદીજીના જે હમશકલનો વીડિયો સામે આવ્યો છે તે ચા નહિ પરંતુ પાણીપુરી વેચી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ મોદીજી બીજા રાજ્યના નહિ પરંતુ ગુજરાતના જ છે. તમેનો વીડિયો હવે લાખો લોકો જોઈ ચુક્યા છે અને તેમને મોદીજી જેવા જ ગણાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ અનિલભાઈ ઠક્કર છે. જેઓ આણંદના વિદ્યાનગરમાં પાણીપૂરીની દુકાન ચલાવે છે. તેમને ત્યાં અલગ અલગ પ્રકારની પાણીપુરી અને ચાટ તેઓ રાખે છે. સૌથી ખાસ વાત એ છે કે તેઓ પાણીપુરીની દુકાન પર પાણીપુરી વેંચતા હોય ત્યારે તેમનો પહેરવેશ પણ મોદીજી જેવો જ હોય છે.
View this post on Instagram
અનિલ ઠક્કર કહે છે કે તેઓ 18 વર્ષથી પાણીપુરી વેચે છે. તેઓ મૂળ જૂનાગઢના છે. તેઓ તેમના દાદાના સમયથી ચાટની દુકાન સ્થાપી રહ્યા છે. કહેવાય છે કે તેમનો દેખાવ પીએમ મોદી જેવો હોવાથી લોકો તેમની સાથે સેલ્ફી પણ લે છે. પીએમ મોદીનો પાણીપુરી બનાવવા અને વેચવાનો વીડિયો આ દિવસોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram