આપણા દેશમાં અઢી દાયકામાં ડાયાબીટીઝ, કેન્સર, હાર્ટ એટેકથી મૃત્યુ બમણાં થયા, બચવું છે? તો જાણી ટિપ્સ

હાલમાં ઠંડી ખુબ જ ઓછી છે છતાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ અને તે પણ યુવાનોમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે રાજકોટમાં 2 યુવક અને જામનગરમાં 3 વેપારીઓ સહિત 5ના મૃત્યુ જાહેર થયા છે.

કોરોનાએ આખી દુનિયામાં ફેલાયો એના 4 વર્ષ થઇ ગયા છે અને ડિસેમ્બર 2019 માં સૌથી પહેલીવાર કોવિડ-19 તરીકે સામે આવ્યો હતો. ત્યારથી જ લોકોમાં ગભરાઈ ગયા હતા. પણ કોવીડના 4 વર્ષમાં અંદાજે 70 લાખ મૃત્યુ થયા છે ત્યારે આ સમયમાં એન.સી.ડી.થી આશરે ૧૬૫ લાખ મૃત્યુ થયા છે અને આ રોગનો છતાં એટલો ડર નથી

રાજ્યસભામાં આજે પુછાયેલા સવાલના જવાબમાં સરકારે એક રિપોર્ટને ટાંકીને આપેલી માહિતી મૂજબ ગત ૨૬ વર્ષમાં હૃદય રોગ (સીવીડી), કેન્સર અને ડાયાબીટીઝ એ મુખ્ય ત્રણ બીનચેપી રોગો (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ અર્થાત્ એન.સી.ડી.) થી ભારતમાં નીપજતા મૃત્યુનું પ્રમાણ આશરે બમણું થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે ICMR ના છેલ્લા સ્ટડી પ્રમાણે હાર્ટ એટેક અગાઉ 6.9% લોકોના મૃત્યુ થતા તે વધીને 14.1% થયા છે તો કેન્સરથી 4.15% ના મૃત્યુ વધીને 8.30 % અને ડાયાબીટીસથી 10% ના મૃત્યુ નોંધાતા તે 130% વધીને 23.1 ટકા થયા છે. ભારતમાં એન.સી.ડી.થતા કૂલ મૃત્યુ 1990માં 39.9% હતા તે વધીને 61.8 ટકા થયા છે.

File Pic

તમને જણાવી દઈએ કે કોવીડ મહામારી કે અકસ્માતો કરતા પણ આ રોગ લોકોના વધુ જીવ લઈ રહ્યા છે અને તે પણ દર્દનાક પીડા અને ખર્ચનો બોજો વધારીને.આરોગ્ય મંત્રાલયે આ રોગ અટકાવવા સ્ક્રીનીંગ સહિત અનેક યોજનાઓ પણ જણાવી છે.

લોકો ધુંધવા કે તમાકુથી બિમારી થાય તે મોટાભાગે જાણતા હોય છે, પણ,રિસર્ચ મૂજબ તે ઉપરાંત વર્ષે 18 લાખ મૃત્યુ વધારે પડતું મીઠું (નમક,સોડિયમ) ખોરાકમાં લેવાથી 8.30 લાખ મૃત્યુ આળસુ પ્રકૃતિ અર્થાત્ બેઠાડુ જીવનથી થાય છે. જ્યારે દારૂથી બિમારી થતા મૃત્યુ ૧૫ લાખથી વધારે છે.

રોગથી બચવા બસ આટલું કરો

1.આલ્કોહોલ ન પીવો.

2.જમવામાં મીઠું દૈનિક 5 ગ્રામથી ઓછું.

૩.ફળફળાદિ દૈનિક 400 ગ્રામથી વધારે લેવા.

4.બ્લડપ્રેસર 90-140થી નીચું રાખવું.

5.સુગર લેવર 126થી નીચું હોવું જોઈએ.

6.વજન કંટ્રોલમાં રાખવું,બોડી માસ ઈન્ડેક્સ 25થી નીચે.

7.સેચ્યુરેટેડ ફેટ ૧૫૦ એમજીથી ઓછુ.

8.ખરાબ કોલેસ્ટોરલ ન હોવું.

9.તમાકુ,ધુમ્રપાન બંધ જ કરી દો

10.નિયમિત યોગ્ય માત્રામાં વર્કઓઉટ કરો

YC