WWE સ્ટાર એરિકા હૈમંડ અને અરબપતિ અંકુર જૈને કર્યા લગ્ન : સાઉથ આફ્રીકામાં પ્રી-વેડિંગ, મિસ્ત્રમાં ફેરા…અંબાણીથી કમ નથી આ લક્ઝરી વેડિંગ
આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા સેલિબ્રિટીઓ લગ્નના બંધનમાં પણ બંધાઇ રહ્યા છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ અને ગોવિંદાની ભાણી આરતી સિંહના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. ત્યારે હવે અમેરિકા સ્થિત ટેક બિલિયોનેર અંકુર જૈને WWEની પૂર્વ રેસલર એરિકા હેમૈંડ સાથે લગ્ન કર્યા છે. અંકુર જૈન બિલ્ટ રિવાર્ડ્સ (Bilt Rewards) ના CEO છે.ટેક બિલિયોનેરના ભવ્ય લગ્ન ઇજિપ્તમાં થયા હતા.
ત્યારે હવે લગ્ન બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ દક્ષિણ આફ્રિકાના જંગલોમાં પ્રી-વેડિંગ અને ઈજિપ્તમાં પિરામિડ વચ્ચે લગ્ન કર્યા. એરિકા ભૂતપૂર્વ WWE ચેમ્પિયન છે. WWEમાંથી નિવૃત્ત થયા પછી તે એક સફળ ફિટનેસ કોચ બની ગઈ છે અને લોસ એન્જલસમાં રંબલ બોક્સિંગની ટ્રેનર પણ છે. ત્યાં અંકુર બિલ્ટ રિવોર્ડ્સના સ્થાપક અને સીઈઓ છે, જે એક લોયલ્ટી કંપની છે. આ કંપની ભાડાની ચૂકવણી અને અન્ય સમાન ખર્ચાઓ પર ગ્રાહકોને રિવોર્ડ્સ આપે છે.
રિપોર્ટ્સ અનુસાર, અંકુરની કુલ સંપત્તિ 10000 કરોડ (1.2 અરબ ડોલર) રૂપિયાની આસપાસ છે. જણાવી દઈએ કે એરિકા અને અંકુર જૈનનું પ્રી-વેડિંગ ફંક્શન દક્ષિણ આફ્રિકામાં શરૂ થયું હતું. જ્યાં જંગલ સફારીમાં એક રાતના રૂમની કિંમત લગભગ 1.7 લાખ રૂપિયા છે. તેમના લગ્ન ઇજિપ્તના પિરામિડની સામે થયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે 32 વર્ષિય એરિકા અંકુરને જીમમાં રંબલ બોક્સિંગ વર્કઆઉટ કરતી વખતે મળી હતી, જ્યાં તે ફિટનેસ ટ્રેનર હતી.
અંકુરને ફિટનેસ ટ્રેનિંગ આપતી વખતે તેમની મિત્રતા વધી અને પ્રેમમાં પરિણમી. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેઓએ મીડિયાને કહ્યું કે અમે પરંપરાગત લગ્ન કરવાવાળા લોકો નથી, એટલે અમે નિર્ણય કર્યો કે અમારી નવી શરૂઆતનો જશ્ન મનાવવા માટે એકસાથે કેટલાક પળ વિતાવવા પોતાના મિત્રો સાથે પાર્ટી કરવી, જ્યાં તમે એક અલગ દુનિયામાં હોવ. ઈજીપ્તમાં પોતાના લગ્ન અંગે બોલતા કહ્યું કે, હું પ્રાચીન ઈતિહાસ અને સમાજથી આકર્ષિત છું અને નાનપણથી જ અહીં આવવા ઈચ્છતો હતો.
અંકુર જૈન કહે છે કે અમે ન્યૂયોર્કવાસી છીએ અને કોઇ બીજા વર્લ્ડ એન્વાયરમેન્ટમાં રહેવુ ખૂબ જ ખાસ છે. અમારા આ લગ્ન એક નવી શરૂઆત તરીકે ખાસ છે અને અમે અમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે આ ખાસ ક્ષણને અલગ દુનિયામાં જીવવા અને ઉજવવાનું વિચાર્યું. આ કારણે અમે ઇજિપ્તમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. અંકુર જૈનના આ લગ્ન અન્ય લગ્નો કરતા અલગ હતા. લગ્ન સ્થળ અલગ હતું.
લગ્નમાં કોઈપણ પ્રકારની બ્રાઈડલ પાર્ટી નહોતી. લગ્નમાં પરંપરાગત વેડિંગ કેક પણ રાખવામાં આવી ન હતી. વેડિંગના લોકેશનની સાથે સાથે એરિકાના આઉટફિટને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઘણીવાર તમે જોયું હશે કે દુલ્હન પોતાના લગ્નમાં સફેદ રંગનું ગાઉન પહેરે છે. પરંતુ એરિકાએ તેના ખાસ દિવસ માટે સફેદને બદલે ગોલ્ડન ગાઉન પસંદ કર્યુ હતુ.
તેણે પ્રખ્યાત ભારતીય ડિઝાઇનર રાહુલ મિશ્રાના શીયર ગાઉનને પહેર્યુ હતુ, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી. આ સાથે જ અંકુર પણ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. એરિકાનું ગોલ્ડન શિયર ગાઉન એકદમ સ્ટાઇલિશ હતું. દુલ્હનનો લુક માથાથી પગ સુધી એકદમ ક્લાસી અને ગોર્જીયસ હતો.
View this post on Instagram