સુરતમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો ! વળગાડ દૂર કરવાના નામે ભૂવાએ કર્યા ધતિંગ- જુઓ વીડિયો

જમાનો ગમે તેટલો આગળ કેમ ન વધી જાય, પરંતુ હજુ પણ કેટલાક લોકો એવા છે જેઓ અંધશ્રદ્ધામાં માને છે. ઘણીવાર અંધશ્રદ્ધાના નામે યુવતિઓ સાથે છેડતી અને દુષ્કર્મ સહિતની અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં સુરતમાંથી અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, વળગાડ દૂર કરવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો વીડિયો વાયરલ થતા જ ચકચાર મચી ગઇ છે.

વીડિયો સામે આવ્યા બાદ અમરોલી પોલીસ ભૂવાના ઘરે પહોંચી હતી, પરંતુ ભૂવો ઘરને તાળું મારી ફરાર થઇ ગયો હતો. પોલીસે હાલ તો ભૂવાની શોધખોળ શરૂ કરી છે. આજે ટેકનોલોજીના આ યુગમાં પણ લોકો ભૂત પ્રેત અને બાધાના અંધવિશ્વાસમાં ઘેરાયેલા છે. આ વીડિયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

જેમાં વળગાડ દૂર કરવા ભૂવો યુવતિને અગરબત્તીના ધૂપ આપીને ઢોંગ ધતિંગ કરતા નજરે પડે છે. આ ઉપરાંત તે ગાળો પણ બોલી રહ્યો છે. વીડિયોમાં ભૂવાની નજીક કેટલાક અન્ય લોકો પણ બેઠેલા જોવા મળે છે. પ્રાથમિક તપાસમાં ભૂવાનું નામ ઇમરાન ઉર્ફે જોલિયો હોવાનું અને આ પહેલા તે દુષ્કર્મના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.

Shah Jina