ખબર

પહાડો પરથી પથ્થર પડતા રહયા, પરંતુ ITBPના જવાનો અમરનાથ યાત્રીઓની ઢાલ બની ઉભા રહયા, કેટલી સલામ આપણા જવાનોને?

1 જુલાઈથી અમરનાથ યાત્રા શરુ થઇ ગઈ છે, ત્યારે હજારો ભક્તો બાબા અમરનાથના દર્શન માટે અમરનાથ યાત્રામાં જોડાઈ રહયા છે. ત્યારે યાત્રામાં જોડાયેલા ભક્તોની સુરક્ષાની જવાબદારી આઇટીબીપીના જવાનો સારી રીતે નિભાવી રહયા છે. યાત્રાળુઓની સુરક્ષા માટે જવાનો પોતે ઢાલ બની ઉભા રહયા છે.

અમરનાથ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન માટે આગળ વધી રહયા હતા. આ દરમ્યાન બાલતાલ રુટ પર ભૂસ્ખલનની ઘટના બની. જેને કારણે આ રસ્તા પર મોટા-મોટા પથ્થરના ટુકડા આવીને પડવા લાગ્યા. ત્યાંની સુરક્ષા કરતા હાજર આઇટીબીપીના જવાનોએ મોરચો સંભાળતા રસ્તા પર ઢાલ બનીને પથ્થરોના રસ્તામાં વચ્ચે ઉભા રહી ગયા, જેથી આ પથ્થરો ત્યાંથી પસાર થનારા શ્રદ્ધાળુઓ પર આ પથ્થર ન પડે. તેઓએ પોતાના જીવની પરવા કર્યા વિના શ્રદ્ધાળુઓની રક્ષા કરી હતી.

આઇટીબીપીએ પોતાના ટ્વીટર પર વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સાત-આઠ જવાનોએ એ રસ્તા પર મોરચો સંભાળીને ઉપરથી પડતા પથ્થરો અને પસાર થતા યાત્રીઓ વચ્ચે ઉભા રહીને પથ્થરોને રોક્યા. જવાનોની આ સૂઝબૂઝથી કોઈ કોઈ પણ શ્રદ્ધાળુઓને નુકશાન નથી થયું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો જવાનોના આ કામની તારીફ કરી રહયા છે.

તેઓએ પોતાના શિલ્ડ વડે રસ્તામાં આવનારી મુસીબતને રોકી લીધી હતી. આટલું જ નહીં, જરૂર પડવા પર જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને મેડિકલ સુવિધાઓ પણ તત્કાળ આપવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks