મનોરંજન

લેલા-મજનુને ટક્કર મારે છે ઈરફાનનો પ્રેમ, પત્ની માટે કહેલા આ શબ્દો ધ્રુસકે ધ્રુસકે રડાવી દેશે

દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનનું આજે એટલે કે 29 એપ્રિલના રોજ નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇરફાનની તબિયત સારી ન હતી. જેના કારણે મંગળવારના રોજ તેમને આઇસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. વર્ષ 2018ના રોજ ઇરફાન ખાનને ખબર પડી હતી કે તેમને ન્યુરોઇન્ડોક્રાઇન ટ્યુમર છે. ગયા વર્ષે તે આ બિમારીનો ઇલાજ કરાવી રહ્યા હતા. ઇરફાન ખાન તેમની પત્ની અને બે દીકરાઓને છોડીને દુનિયાને અલવિદા કહી ગયા છે.

ઇરફાન ખાનનું આખુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન છે. તેમનો જન્મ રાજસ્થાનના ટોંક જિલ્લામાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા ઇરફાનની માતાનું નિધન થયું હતું. લોકડાઉનના કારણે તે તેમની માતાના અંતિમ યાત્રામાં પહોંચી શક્યા ન હતા. ઇરફાનના પિતા યાસીન ખાનનું ઘણા વર્ષો પહેલા જ નિધન થયું હતું.

ઇરફાન ખાન પોતાની પત્ની સુતારા સિકન્દરને ખુબ જ પ્રેમ કરતા હતા. ઇરફાન અને સુતાપાના લગ્ન વર્ષ 1995માં થયા હતા. ઇરફાન જ્યારે બોલિવુડમાં પોતાનો પગ પેસારો કરી રહ્યાં હતા, ત્યારે તેમની પત્ની સુતાપા સિકન્દર સ્ક્રીન પ્લે રાઇટર હતી. પોતાના એક ઇન્ટરવ્યુમાં ઇરફાને પોતાની પત્ની વિશે જણાવતા કહ્યું કે, ‘મારી પત્ની મારા માટે સાતો દિવસ અને 24 કલાક મારી સાથે રહી છે. મારી દેખરેખ કરી છે. તેના કારણે મને ઘણી મદદ મળી છે. હું અત્યારે છું તેનું કારણ તે જ છે. જો મને જીવવાનો મોકો મળશે તો હું તેના માટે જ જીવવા માંગીશ…’

ઇરફાન ખાનના બે દીકરા છે. મોટા દીકરાનું નામ બાબિલ ખાન અને નાના દિકરાનું નામ અયાન ખાન છે. ઇરફાને પોતાના દીકરાઓ સાથે ખુબ જ સમય વિતાવ્યો છે. તેમને મોટા થતા જોયા છે. ઇરફાનની વાત કરીએ તો તેમની માતા તેમને લેક્ચરર બનાવવા માંગતી હતી. પરંતુ ઇરફાનને એક્ટર બનવું હતું. જેમાં ઇરફાને ખુબ જ નામના મેળવી. ઇરફાન ખાનના નિધનથી તેનો પરિવાર શોકમાં ડુબેલો છે.

ઉલ્લેખનીય છે કે, ઇરફાને પોતાના કરિયરની શરુઆત ટેલિવિઝનથી કરી હતી. તેઓએ ચાણક્ય, ભારત એક ખોજ, ચંદ્રકાન્તા જેવી સિરિયલમાં કામ કરીને લોકપ્રિય થયા હતા. ફિલ્મોની વાત કરીએ તો, મકબૂલ, લાઇફ ઇન અ મેટ્રો, સ્લમડોગ મિલોયનર, પાનસિંહ તોમર, ધ લંચબોક્સ, હિન્દી મીડિયમ જેવી ફિલ્મોમાં પોતાનો ઉમદા અભિનય કર્યો છે.

ઇરફાન ખાનને તેમના અભિનય માટે 2011માં પદ્મશ્રીથી સ્નમાનિત કરવામાં આવ્યા હતા.53 વર્ષીય ઇરફાન ખાનના નિધનના સમાચારથી બોલિવુડ શોકમગ્ન છે. ઇરફાન પોતાના સ્વાસ્થ્યને લઇને ખુબ જ ચિંતામાં રહેતા હતા. તે કેન્સર સામે લડાઇ લડી રહ્યા હતા, એવુ કહી શકાય કે તેમણે કેન્સર સામે જંગ જીતી લીધી હતી. ઇરફાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું મારી પત્ની માટે જીવવા માંગુ છું.

આ પરથી જ ખ્યાલ આવે છે કે ઇરફાન પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતા. તો આવો તેમની લવસ્ટોરી વિશે જાણીએ, કે તેઓ પહેલા ક્યાં મળ્યા અને પ્રેમ કેવી રીતે થયો? તથા ઇરફાન ખાને કેવી રીતે અભિનયની દુનિયામાં આવ્યો ?

અહીં થઇ હતી પત્ની સુતાપા સાથે ઇરફાન ખાનની પહેલી મુલાકાત: સ્કૂલ ઓફ ડ્રામાનો ભાગ બનવા માટે ઇરફાન દિલ્હી પહોંચ્યા હતા. અહીં પહેલી વખત નાટક પ્રેક્ટિસ સેશન દરમિયાન, ઇરફાને સુતાપા તરફ જોયું અને પ્રથમ નજરમાં તે ખૂબ જ સારી લાગવા લાગી. સુતાપા તે સમયે એક્ટિંગ શીખી રહી છે, પરંતુ સુતાપાને રસ એક્ટિંગમાં નહીં પણ સ્ક્રિન પ્લે રાઇટિંગમાં વધુ રુચિ હતી.

ત્યાર બાદ ઇરફાન અને સુતાપા વચ્ચે થઇ દોસ્તી: એક દિવસ અચાનક ઇરફાન ખાન સુતાપાથી પહોંચ્યા અને પહેલી ફોર્મલ મુલાકાતમાં જ તે બંને વચ્ચે સારી દોસ્તી થઇ ગઇ. થોડા દિવસોમાં ઇરફાન ખાને સુતાપાને પ્રપોઝ પણ કરી. સુતાપા અને ઇરફાના શોખ અને વિચારો પણ એક જેવા જ હતા. તેથી બંને રિલશેનશિપમાં આવ્યાં.

ઇરફાન અને સુતાપા મળીને જોયા હતા આ સપના
ઇરફાન અને સુતાપા એકબીજાની સાથે કદમથી કદમ મેળવીને ચાલનારા હતા. તેઓ દુનિયા જીતવા માંગતા હતા. વર્ષ 1995માં ઇરફાન અને સુતાપાએ પોતાને એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવી લીધા હતા. ત્યાર બાદ વર્ષો જુની રિલેશનશિપને આગળ વધારવા માટે વર્ષ 1995માં કોર્ટમાં જઇને રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા અને લગ્નના બંધનમાં બંધાઇ ગયાને તેમની ગૃહસ્થી શરુ થઇ.

ઇરફાન અને સુતાપા એકબીજાના ફેન અને ક્રિટિક પણ હતા
ઇરફાન અને સુતાપા એક બીજાના સારા મિત્રો હતા. હમસફર હોવાની સાથે તેઓ ફેન અને ક્રિટિક પણ હતા. ઇરફાને પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે અમે એક સ્કૂલમાં હતા ત્યારે મને અહેસાસ થયો કે મારાથી વધુ અન્ડરસસ્ટેન્ડિગ સુતાપા છે. પર્ફોર્મન્સથી લઇને મને વધુ સારી રીતે સમજાવે છે. સુતાપાની અંદર ખુબજ ક્રિએટિવ એનર્જી રહેલી છે.

કેન્સર સામે લડત આપતા ઇરફાને કહી હતી આ વાત
વર્ષ 2018ના રોજ ઇરફાન ખાનને ખબર પડી હતી કે તેમને ન્યુરોઇન્ડોક્રાઇન ટ્યુમર છે. ગયા વર્ષે તે આ બિમારીનો ઇલાજ કરાવી રહ્યા હતા. પોતાના એક ઇન્ટરવ્યુમાં ઇરફાને પોતાની પત્ની વિશે જણાવતા કહ્યું કે, ‘મારી પત્ની મારા માટે સાતો દિવસ અને 24 કલાક મારી સાથે રહી છે.

મારી દેખરેખ કરી છે. તેના કારણે મને ઘણી મદદ મળી છે. હું અત્યારે છું તેનું કારણ તે જ છે. જો મને જીવવાનો મોકો મળશે તો હું તેના માટે જ જીવવા માંગીશ…’ ઉત્તરાખંડના નૈનીતાલ ના રહેવાસી અને નાટ્ય સંસ્થા મંચ ના સ્થાપક ઈદ્રીસ મલિક એ ઈરફાન ખાન સાથે 20 થી વધારે નાટકો, સીરીયલ અને ફિલ્મો માં કામ કર્યું હતું. એમને જાણવું હતું કે ઈરફાન ખાન થિયેટર માં પણ માસ્ટર હતા.

ઈદ્રીસ ઈરફાન ખાન સાથે હમરાહી, બનેગી અપની બાત અને ભારત એક ખોજ મેં ભી કામ કરી ચૂકેલ છે. એટલું જ નહિ ઈરફાન ખાન નાટ્ય સંસ્થા મંચ તરફ થી નૈનાતાલ ના બી.એમ. શાહ ઓપન થિયેટર માં આયોજિત થયેલ ગ્રિશમ નાટ્ય મહોત્સવ માં જ્યુરી મેમ્બર રહી ચૂકેલ છે.

ઇફાન ખાન પેહલી વાર વર્ષ ૧૯૮૬ માં નૈનાતાલ આવ્યા હતા જયારે તે રાષ્ટ્રીય નાટ્ય વિધ્યાલય ના છાત્ર હતા. એન.એસ.ડી ના છેલ્લા વર્ષ ના છાત્રો ટૂર માં નૈનાતાલ આવ્યા હતા. ટૂર માં પહોંચેલા ઈરફાન ખાન ઈદ્રીસ ના ઘરે પણ ગયા હતા.

ઈરફાન ખાન એ સમય એ ઈદ્રીસ સાથે મળી ને રૂમ માં જમવાનું સાથે બનાવતા અને કોઈક વાર તો એક જ વાસણ માં ખાયી લેતા હતા. ઈરફાન ખુબ જ સામાન્ય પરિવાર માં જન્મેલ હતા. તે હંમેશા કલા પ્રત્યે ખુબ જ આકર્ષિત હતા.