ખબર ફિલ્મી દુનિયા

આમિર ખાનની દીકરીનો ખતરનાક ખુલાસો: ઇરા બોલી- હું 14 વર્ષની હતી ત્યારે આ લોકોએ યૌન શોષણ કર્યું

બાપ રે, આવડી મોટી સેલિબ્રિટીની દીકરી જોડે ખરાબ કામ થયું તો સામાન્ય માણસની શું હાલત થતી હશે, જાણો સમગ્ર વિગત

આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલમાં જ ચર્ચામાં આવી હતી જયારે તેને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેને ડિપ્રેશનને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. વિડીયો શેર કરતા ઇરા ખાને કહ્યું હતું કે, હું ડિપ્રેસ્ડ છું જે બાદ સોશિયલ મીડિયામાં ઘણી પ્રતિક્રિયા આપી હતી. આ બાદ હવે યુટ્યુબ ચેનલમાં એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઇરા ખાન તેની જિંદગીથી જોડાયેલા ઘણા રાજ ખોલે છે. ઇરા ખાન જણાવે છે કે આખરે તે કેમ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

ઇરા ખાનએ તેની અંગત જિંદગીને લઈને જણાવ્યું હતું કે, મારી જિંદગીમાં એવી કોઈ ઓન ઘટના ઘટી ના હતી જેથી હું ડિપ્રેશનમાં ચાલી જાઉં. તો પણ હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ગત વર્ષ મેં ડિપ્રેશનને લઈને ઘણી સમજવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ નક્કર જવાબ મળ્યો ના હતો. ઇરાએ ડિપ્રેશનને લઈને જણાવ્યું હતું કે, મેં પોતાના માટે વિચારવાનનું બંધ કરી દીધું હતું. હું જિંદગી ના જીવવાના બહાનાને લઈને વધુ ઊંઘ કરવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

પહેલા હું ઘણી વ્યસ્ત રહેતી હતી પરંતુ બાદમાં હું બેડ પરથી જ ઉભી થઇ શકતી ના હતી. મેં મારા મિત્રો સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું કારણકે મારો મૂડ  દરરોજ ખરાબ થઇ જતો હતો. હું મારા ડિપ્રેશનને કારણે બહુ જ રડતી હતી કારણકે હું એ પ્રકારની માણસ નથી જેને જલ્દી જ રડવું આવી જાય છે, 17 વર્ષ બાદ મારુ રડવાનું શરૂ થઇ ગયું હતું. ધીરે-ધીરે આ રડવાનું વધી ગયું હતું. મને ખબર ના હતી કે હું કેમ રડી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

આ સાથે જ વધુમાં ઇરા ખાને જણાવ્યું હતું કે, જયારે હું નાની હતી ત્યારે મારા માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા હતા પરંતુ તેને લઈને મને કોઈ આઘાત લાગ્યો ના હતો. મારા માતા-પિતા આજે પણ સારા મિત્રો છે. કોઈ વિખરાયેલો પરિવાર નથી. જયારે હું 6 વર્ષની હતી ત્યારે મને ટીબી થયો હતો. ટીબી મારા માટે એટલી ખરાબ વસ્તુ ના હતી કે હું આટલી દુઃખી રહું. જયારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું. મને ખબર ના હતી કે, આ શું થઇ રહ્યું છે પરંતુ મને ખબર પડી તો હું દૂર ચાલી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

હા મને ખરાબ લાગ્યું હતું કે મારી સાથે આ કેમ થવા દીધું પરંતુ આ પણ જિંદગીભરનું દુઃખ ના હતું કે હું ડિપ્રેશનનો ભોગ બની જાઉં. મને ગભરામણ થઇ રહી હતી. હું રડી રહી હતી. હું મારા મિત્રો અને માતા-પિતાને જણાવી શકતી હતી પર હું શું જણાવું. મને પૂછશે કે શું થયું ? તો હું શું જણાવું ? મારી સાથે કંઈ ખોટું નથી થયું જે હું મહેસુસ કરી રહી છું. આ વિચારએ જ મને વાત કરતા રોકી હતી.

જુઓ વિડીયો