બોલીવૂડના અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન એમ તો મીડિયાથી દૂર જ રહે છે પણ સોશિયલ મીડિયા દ્વારા એ પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલ ઇરા ખાન પોતાના રિલેશનશીપને કારણે ખૂબ જ ચર્ચાઓમાં છે. જાણકારી અનુસાર, તેને એક પોસ્ટ દ્વારા એ સ્વીકાર્યું છે કે એ મિશાલ કૃપલાણી સાથે રિલેશનમાં છે.

ઇરા ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ ઇરા ખાને ઇસ્ટાગ્રામનું ફીચર આસ્ક મી આ કવેશ્ચન ફીચર વાપરીને પોતાના ચાહકોને તેને કોઈ પણ સવાલ પૂછવા કહ્યું હતું ત્યારે એક સોશિયલ મીડિયા યુઝરે તેને પૂછ્યું કે તે કોને ડેટ કરી રહી છે ત્યારે જવાબ આપતા ઇરાએ મિશાલ સાથેની પોતાની તસ્વીર શેર કરી. આ તસ્વીરમાં ઇરા મિશાલને ગળે લગાવતી જોવા મળે છે. તસ્વીરને શેર કરીને ઇરાએ મિશાલને ટેગ પણ કર્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરાએ આ તસ્વીર દ્વારા એ કન્ફર્મ કર્યું છે કે એ મ્યુઝિશિયન મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે. ઇરાએ પોતાનો 21મો જન્મદિવસ પણ મિશાલ સાથે જ ઉજવ્યો હતો. આ પહેલીવાર નથી કે ઇરાએ મિશાલ સાથેની તસ્વીર શેર કરી હોય. ઇરાએ વેલેન્ટાઈન ડે પર પણ મિશાલનો એક વિડીયો શેર કર્યો હતો. આ સિવાય ઇરાના જન્મદિવસ પર પણ મિશાલે તેને વિશ કરતા એક પોસ્ટ કરી હતી.
મિશાલ ન્યુયોર્કમાં મ્યુઝિક કમ્પોઝર, પ્રોડ્યુસર અને આર્ટિસ્ટ છે. મિશાલ ઈરાને ભેટ પણ આપતા રહે છે. ઇરાએ એક મોટા ટેડી સાથેની તસ્વીર શેર કરી હતી અને લખ્યું હતું કે ‘હું હંમેશાથી જ પોતાના કરતા મોટું ટેડી ઇચ્છતી હતી. આભાર મિશાલ કૃપલાની.’
View this post on Instagram
જણાવી દઈએ હાલમાં જ ઇરાએ મિશાલ માટે એક વિડીયો સોન્ગ પણ ડિરેક્ટ કર્યું હતું. આ વીડિયોનું નામ pills છે, જે ડ્રગ, આલ્કોહોલ અને મહિલા પર આધારિત છે.
એક યુઝરે મિશાલ અને ઈરાની તસ્વીર પર લખ્યું, ‘મિશાલ તું ખૂબ જ ભાગ્યશાળી છે, ક્યારેય પણ એનું દિલ ન તોડતો. કહી દઉં કે એ મારી પહેલી ક્રશ છે જયારે મેં એને તેના પિતા સાથે જોઈ હતી.’
ઈરાની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને હાલમાં જ કોફી વિથ કરણમાં આમિર ખાને જણાવ્યું હતું કે ઇરા અને જુનૈદ બંને જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છે છે. ઇરા આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીનાની દીકરી છે અને વિદેશમાં રહીને અભ્યાસ કરી રહી છે. ઇરા ઘણીવાર પિતા આમિર સાથે સમય વિતાવતી જોવા મળે છે. બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુકી છે.
બોલિવૂડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. ક્યારેક તેના ફોટોશૂટને કારણે તો ક્યારેક તેના થિયેટર ડેબ્યુની ખબરોને કારણે ઇરા ખાન ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં જ ખબર આવી હતી કે ઇરા ખાન ડિરેક્શનમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા તેનું ફોટોશૂટ પણ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યું હતું. ત્યારે હવે ફરી ઇરા ચર્ચાઓમાં આવી ગઈ છે. આ વખતે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ છે.
શનિવારે ઇરા ખાન પોતાની ફ્રેન્ડ્સ સાથે પાર્ટીના મૂડમાં નાઈટ આઉટ કરતી જોવા મળી હતી. આ સમયનો તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ સમયે ઇરાએ કાળા કલરનો એક ડ્રેસ પહેર્યો હતો, જેને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેની મજાક ઉડાવી રહયા છે.
ઇરા ખાન હવે ઈન્ડસ્ટ્રીઝમાં પણ કદમ મૂકી ચુકી છે. હાલ ઇરા એક્ટિંગની જગ્યાએ ડાયરેક્શન કરતી નજરે ચડે છે. આજકાલ તે એક સિરિયલને ડાયરેક્ટ કરતી નજરે ચડે છે. ઇરાએ હાલમાં જ એક તસ્વીર શેર કરી છે.
જેમાં તે રેડ અને બ્લેક ફર ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે. ઇરાએ હાથમાં વાઈન લઈને પોઝ આપ્યો છે. આ તસ્વીર ઘણી ગ્લેમરસ અને તેની પાર્ટી નાઇટનો લાગી રહ્યો છે. આ ફોટો સાથે તેને કેપ્સનમાં લખ્યું હતું કે,’સેટરડે નાઈટ વાઇબ’
ઇરાના લુકની વાત કરવામાં આવે તો તેને આ આઉટફિટ્સ એકતા કલેક્શન હતો. આ લુક સાથે તેને બોલ્ડ આઈમેકઅપ અને લિપસ્ટિક અને કાનમાં ડાયમંડની રિંગ પહેરેલી નજરે આવી હતી. આ લુકમાં ઇરા બહુજ બોલ્ડ લાગી રહી હતી.
આ પહેલા પણ ઇરાએ એક તસ્વીર શેર કરી હતી. જેમાં તે સિમ્પલ કપડામાં જોવા મળી હતી. તેની આસપાસ ઘણા પેપર્સ હતા. જેનાથી ખબર પડે કે, તે કામમાં બહુજ વ્યસ્ત છે. તો તસ્વીર પરથી લાગી રહ્યું હતું કે, તે કોઈ પ્રોજેક્ટ કે ભણવાને લઈને તૈયારી કરી રહી છે.
જણાવી દઈએ કે, ઇરા હાલ જે સિરિયલ ડાયરેક્ટ કરી રહી છે તે ફિલ્મ ત્રાસદી અને પૌરાણિક કથા પર આધારિત છે. આ સિરિયલનું નામ ‘યુરીપિડ્સ મેડિયા’ છે. આ સીરિયલમાં ઇરાનો ભાઈ જુનૈદ ખાન પણ નજરે આવશે, સાથે જ આ સીરિયલમાં યુવરાજસિંહની પત્ની હેઝલ કીચ પણ લીડ રોલમાં નજરે આવશે. .