અજબગજબ

દુનિયાનો એવો દેશ જ્યાં 30 સેકેંડથી વધારે ક્યારેય લેટ નથી થતી ટ્રેન, જાણો બીજી પણ રોચક વાતો

આપણા દેશની અંદર ટ્રેન અને બસ ભાગ્યે જ સમયે આવે. પરંતુ દુનિયાની અંદર એક એવો દેશ પણ છે જ્યાં ટ્રેન 30 સેકેંડથી વધારે કયારેય લેટ નથી થતી. જાણીને નવાઈ લાગે ને ? 30 સેકેંડ એટલે કે અડધી મિનિટ જ ટ્રેન લેટ થાય અને તે પણ ક્યારેક જ. આવો દેશ છે જાપાન. તો ચાલો જાણીએ તેના વિશેની કેટલી રોચક વાતો.

Image Source

જાપાન એક પ્રાચીન દેશ છે. અહીંયાના રીતિ રિવાજ અને પરંપરાઓ સાવ અલગ છે. જેવી રીતે આપણા દેશની અંદર બે લોકો હાથ જોડી અને અભિવાદન કરે છે તો જાપાનની અંદર લોકો એક બીજા સામે નીચા નમી અને અભિવાદન કરે છે. સૌથી ખાસ વાત તો એ છે કે અહીંયા સામેનું વ્યક્તિ જેટલું વધારે સન્માનિત હોય છે એટલું જ વધારે નીચું નમીને તેનું અભિવાદન કરવામાં આવે છે.

Image Source

જાપાનમાં લોકો સ્વચ્છતા પ્રત્યે પણ ખુબ જ જાગૃત છે. વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કલાસરૂમની સફાઈ કરે છે. અહીંયાના લોકો પણ દીર્ઘાયુ હોય છે. જાપાનના લોકોની સામાન્ય ઉંમર પણ 82 વર્ષની છે. જે બધા જ દેશોની સામાન્ય ઉંમર કરતા વધારે છે.

Image Source

જાપાનના લોકો સમયનું પણ ખાસ ધ્યાન રાખે છે. અહીંયાના લોકો પોતાનું કામ સમય ઉપર કરવા માટે આખી દુનિયામાં ઓળખાય છે. એટલું જ નહીં જાપાનમાં ચાલવા વાળી ટ્રેન પણ કયારેય 30 સેકેંડથી વધારે મોડી નથી પડતી.

Image Source

જાપાનની અંદર સાર્વજનિક સ્થાનો ઉપર જોરથી બોલવું અને કોઈ વસ્તુને સુંઘવું અસભ્ય માનવામાં આવે છે. એટલું જ નહીં અહીંયા બે વ્યક્તિઓનું હાથમાં હાથ લઇ ચાલવું પણ અસભ્ય માનવામાં આવે છે. જાપાનમાં લોકો નવા વર્ષની અંદર સૌપ્રથમ મંદિરમાં જઈને 108 વાર ઘંટડીઓ વગાડે છે.

Image Source

જાપાનની અંદર એવો કાયદો પણ છે કે જે અંતર્ગત બાળકોને 10 વર્ષની ઉમંર સુધી કોઈ પરીક્ષા પણ નથી આપવી પડતી. આ 10 વર્ષની ઉંમરમાં તેને જીવનનો આનંદ લેવાનો અવસર આપવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.