આજે બધાજ નાના માણસોથી લઈને ટોચના અભિનેતા હોય કે પછી ક્રિક્રેટર હોય સોશિયલ મીડિયાથી એક્ટિવ રહેતા હોય છે. તત્યારે ઇન્સ્ટાગ્રામની શેડ્યુઅલિંગ ટૂલની લિસ્ટમાં ભારતીય ક્રિકેટર અને અભિનેત્રીનો સમાવેશ થાય છે.
પ્રિયંકા ચોપરાને બૉલીવુડમાં તે જાણીતી છે. સાથે જ પ્રિયંકાએ ઇન્ટરનેશનલ સેલિબ્રિટીના રૂપમાં પણ જગ્યા બનાવી લીધી છે. તો હાલમાં જ પ્રિયંકાને સોશિયલ મીડિયાની પોપ્યુલર સેલિબ્રિટીમાં સામેલ કરવામાં આવી છે. દેશી ગર્લ સોશિયલ મીડિયાથી તેના ફેન્સ સાથે કોન્ટકટમાં રહેતી હોય છે. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર તેની જિંદગીના અંગત વાતો પર શેર કરતી રહે છે. પ્રિયંકા માટે સોશિયલ મીડિયા ફક્ત ફેન્સ અને ફોલોઅર્સ માટે જ જાણીતું નથી. પરંતુ તે સોશિયલ મીડિયાથી કરોડો રૂપિયાની આવક કરે છે.
ઇન્સ્ટાગ્રામની શેડ્યુઅલિંગ ટૂલ Hopper HQના લિસ્ટમાં પ્રિયંકા ચોપરા એ એક એવી બૉલીવુડ એક્ટ્રેસ સહ જેને આ લિસ્ટમાં શામેલ કરવામાં આવી છે. પ્રિયંકા આ લિસ્ટમાં 19માં સ્થાન પર છે. જયારે સેલિબ્રિટીના સેક્શનમાં 16માં સ્થાન પર છે. આ લિસ્ટ અનુસાર પ્રિયંકાના 4 કરોડ 30 લાખથી વધુ ફોલોઅર છે. પ્રિયંકા તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના 2,71,000 ડોલર એટલે કે 1.86 કરોડ રૂપિયા લે છે. પ્રિયંકા મોટી-મોટી બ્રાન્ડને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પ્રમોટ કરે છે.
ઇન્સ્ટાગ્રામ રિચ લીસ્ટના ટોપ પર અમેરિકન સેલેબ્રીટી કાયલી જેનર છે. જેના ઇન્સ્ટાગ્રામ પર 13 ક્રોસથી વધુ ફોલોઅર છે. તે દરેક પોસ્ટ કરવાના 12 લાખ 55 હજાર ડોલર એટલે કે લગભગ 8.73 ક્રોસ જેટલી રકમ લે છે.
સલમાન ખાનની ભારતથી પ્રિયંકા ચોપરા ફરી બોલીવડમાં પછી ફરવાની હતી. પરંતુ હવે પ્રિયંકા ચોપરા ધ સ્કાય ઇઝ પિન્કથી બોલીવુડમાં ફરી પાછી ફરશે.
તો ઇન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ 2019માં ભારતીય ક્રિકેટરનો પણ સમાવેશ થયો છે. આઈસીસી વનડે આને રેન્કિંગમાં નંબર 1 અનર ભારતીય ટીમનો કેપિટન વિરાટ કોહલીએ તેની એક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટની કમાણીનો ખુલાસો કર્યો છે. વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટથી લાખો રૂપિયા કમાઈ છે. આ ખુલાસો તેના ઇન્સ્ટાગ્રામની રિચ લિસ્ટમાં થયો છે.
Instagram પર રિચ લિસ્ટમાં વિરાટ કોહલી બીજી વાર શામેલ થયો છે. વિરાટ કોહલી આળસુટમાં નવમા સ્થાન પર છે. Hopper HQના અનુસાર વિરાટ કોહલી એક ઇન્સ્ટા પોસ્ટના 1,58,000 પાઉન્ડ (13,57,340 રૂપિયા ) મળે છે. જે એક મોરી રકમ છે. વિરાટ કોહલીના 36 મિલિયન ફોલોઅર છે. આ મામલામાં તે ભારતના પહેલા સ્પોર્ટ્સ પર્સન છે. જેને આટલા ફેન્સ છે. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કાશર્મા સાથની ફોટો શેર કરતો રહે છે. આ સિવાય વિરાટ કોહલી જીમના ફોટો અને મેચથી જોડાયેલા ફોટો પણ શેર કરતો રહે છે.
View this post on Instagram
About last night with my valentine ❤️👫. #greatmeal #nueva #loveit @anushkasharma @nueva.world
સ્પોર્ટસના સૌથી વધુ સોશિયલ મીડિયામાં કમાણી કરવામાં ફેમસ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks