ખબર

કોરોનાનો ડર મનમાંથી કાઢી નાખો! ભારતમાં 1 ટકાથી પણ ઓછી વસ્તીને કોરોના

કોરોના વાયરસ સમગ્ર દુનિઓયામા ફેલાયેલો છે ત્યારે ભારત પણ તેનાથી અછૂતું નથી રહ્યું, ભારતમાં કોરોના વાયરસના શરૂઆતી કેસોની સંખ્યા ખુબ જ ઓછી હતી પરંતુ ધીમે ધીમે સંક્રમણના આંકડાઓ  વધવા લાગ્યા અને આજે ભારતમાં કોરોનાના કેસ 3 લાખની નજીક પહોંચવા આવી ગયા છે જો કે આ બધામાં એક સારી બાબત એ પણ છે કે આપણા દેશનો રિકવરી રેટ અને મૃત્યુદર બીજા દેશોની સરખામણીમાં ખુબ જ નીચો છે.

Image Source

દેશના 83 જિલ્લાઓમાં 0.73 ટકા વસ્તી જ કોરોનથી સંક્રમિત છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે સીરો સર્વેના પરિણામોની જાણકારી આપતા કહ્યું હતું કે “ભારત પ્રતિ લાખ વસ્તીની દૃષ્ટિએ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછો  છે.” આ માહિતી લોકડાઉનના સમયગાળા દરમિયાન એટલે કે 30 એપ્રિલ સુધીની છે.

Image Source

બલરામ ભાર્ગવે મોટા ખતરાની આશંકા આપતા એમ પણ જણાવ્યું હતું કે આપણી મોટી વસ્તી હજુ ખતરામાં છે, એટલે સંક્ર્મણ ઝડપથી ફેલાઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં 1.09 અને શહેરી ઝુપડપટ્ટી વિસ્તારમાં 1.89 ટકા વધુ ખતરો રહેલો છે. આ દરમિયાન આપણે સારવાર સાથે દવાઓ અને બચાવની સાવધાની ઉપર વધારે ભાર આપવો પડશે. તેમને એમ પણ કહ્યું કે કન્ટેનમેન્ટ ઝોનમાં સંક્રમણનું સ્તર ઘણું વધુ જણાયું છે.

Image Source

ડોક્ટર બલરામ ભરગાવ દ્વારા કરવામાં આવેલા આ સીરો સર્વે મુજબ એ વાત સ્પષ્ટ જણાવા મળે છે કે કુલ કેટલા ટકા વસ્તી વાયરસથી સંક્રમિત થઇ ગઈ છે ? કઈ કઈ વ્યક્તિઓમાં હજુપણ સંક્રમણનો ખતરો વધુ છે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં બચાવના પ્રયાસો વધારવાની જરૂર પડી શકે છે?

Image Source

આ સર્વેની અંદર દેશના 83 જિલ્લાના 28,595 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં 26,400 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ સર્વે જે જિલ્લાઓમાં કરવામાં આવ્યો તેમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 0.73 ટકા લોકોમાં જ સંક્રમણના પુરાવા મળ્યા, બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે લોકડાઉનની સકારત્મક અસર થઇ છે અને વાયરસના સંક્રમણને ઝડપથી ફેલાવવા ઉપર રોક લાગી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.