ખબર

એક માતાની તેના જ બાળકો સામે કરવામાં આવી હત્યા, મૃતદેહ પાસે જઈને બાળકોએ- જાણો

બાળકોના સામે માતાને માર્યા એટલા ચપ્પુ કે તોડી દીધા આંતરડા અને પાંસળી, મૃતદેહ પાસે બેઠા રહ્યા માસૂમ

હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક ચોંકાવનારો અને હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક આરોપીએ ઘરમાં ઘુસીને એક મહિલાની હત્યા કરી દીધી અને ત્યાં તે મહિલાના માસૂમ બાળક પણ હતા. આ મામલો પ્રેમ પ્રસંગનો જણાવવામાં આવી રહ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે.

હરિયાણામાં અપરાધોનો ગ્રાફ વધતો જઇ રહ્યો છે. પ્રેદશમાં બદમાશોને ના તો કાનૂનનો ડર છે અને ના તો પોલિસનો. આ કારણે અહીં હત્યાના બનાવો વધી રહ્યા છે. બહાદુરગઢ જિલ્લાથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મૃતક મહિલાની ઓળખ પ્રિયંકાના રૂપમાં થઇ છે. ત્યાં પોલિસે આ મામલે કેસ દાખલ કરી આરોપીની તપાસ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, જે સમયે આરોપી હત્યા કરવા આવ્યો તો મહિલાના બંને બાળકો રમી રહ્યા હતા. આરોપી બાળકો ચીસો પાડતા રહ્યા અને તે તેમની માતા પર ચપ્પાથી બુમલે કરતો રહ્યો. પાડોશી બાળકોની ચીસ સાંભળી પહોંચ્યા તો ત્યાં પ્રિયંકા ખૂનથી લથપથ હાલતમાં પડી હતી.

તે બાદ તેમણે યુવતિના પતિ અને પોલિસને આ મામલે સૂચના આપી. પરિવારવાળા મહિલાને હોસ્પિટલ પણ લઇને ગયા, પરંતુ ડોકટરોએ ત્યાં તેને મૃત ઘોષિત કરી દીધી. ડોકટરોએ જણાવ્યુ કે, મહિલાના શરીર પર ચપ્પુના 8-10 ઊંડા ઘા હતા, જેને કારણે તે બચી શકી નહિ.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે જણાવ્યુ કે, મૃતકનો પતિ રેલવેમાં તેના પિતાની જગ્યા પર નોકરીએ લાગ્યો છે. પ્રિયંકાનો કેટલાક સમયથી પાડોશી જીતેન્દ્ર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. કેટલીક વાર તેને લઇને વિવાદ પણ થયો હતો. તેને જ કારણે મહિલાના પતિએ ઘરમાં સીસીટીવી પણ લગાવ્યા હતા. મંગળવારે થયેલી આ ઘટનામાં આરોપી યુવક સીસીટીવી ફુટેજમાં ઘરમાં ધુસતો જોવા મળી રહ્યો છે.

પોલિસે મૃતક મહિલાના પિયરવાળાનું પર નિવેદન નોંધ્યુ છે. તેના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીની હત્યા તેમના જમાઇએ કરી છે. પોલિસે આ આધાર પર પણ તપાસ શરૂ કરી છે.