સ્ટેજ પર ઉભા હતા વર-કન્યા, ત્યારે જ બુરખો પહેરીને આવી એક મહિલા, બધાની સામે જ કરવા લાગી એવી હરકત કે કન્યા પણ શરમાઈ ગઈ, પછી પોલ ખુલી ત્યારે… જુઓ વીડિયો

આવા મિત્રો તો દુશ્મનને પણ ના મળે, જુઓ સ્ટેજ પર બુરખો પહેરીને વરરાજા સાથે કરી એવી હરકત કે સંબંધીઓ પણ મુકાઈ ગયા મૂંઝવણમાં, વાયરલ થયો વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા યુગલ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ પણ થતા જોવા મળે છે. કેટલાક લગ્નની અંદર વર કન્યાના મિત્રો એવી એવી મસ્તી કરતા હોય છે કે તેને  જોઈને મહેમાનો પણ હેરાન રહી જતા હોય છે, હાલ એવી જ એક મસ્તી ભરેલી ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બુરખામાં એક મહિલા સ્ટેજ પર આવે છે અને વરરાજાને ગળે લગાવે છે. એટલું જ નહિ તે તેને ચુંબન કરવાનો પ્રયાસ પણ કરે છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જો કે આ વીડિયોમાં એક રહસ્ય પણ છુપાયેલું છે. જે સામે આવ્યા બાદ લગ્નમાં હાજર કન્યા અને મહેમનો સાથે વીડિયોને જોનારા પણ હેરાન રહી ગયા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બુરખો પહેરેલી વ્યક્તિ સ્ટેજ પર આવે છે. વીડિયોને જોઈને સમજાય છે કે તે કોઈ મહિલા નહીં પરંતુ વરરાજાના મિત્ર છે, જે લગ્ન સમયે પોતાના મિત્ર સાથે મસ્તી કરી રહ્યો હતો. જયારે તેનો ચહેરો સામે આવે છે ત્યારે કન્યા પણ હસવા લાગે છે. આ વીડિયો જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેને JaikyYadav16 નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયો સાથે એક કેપ્શન પણ શેર કરવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે “સાચો દોસ્ત તમારું અપમાન કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.” આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે.

 

Niraj Patel