ઘોર કળિયુગમાં ભગવાને આપ્યા દર્શન? જુઓ તસવીરો
આપણું ગુજરાત દેવભૂમિ છે અને લોકોની આજે પણ ઈશ્વર પ્રત્યેની આસ્થા અડગ છે. કલિયુગમાં પણ ભગવાન હોવાના પુરાવા ઘણીવાર મળતા હોય છે. એવો જ એક પુરાવો વઢવાણની ખાંડી પોળમાંથી મળ્યો છે. જ્યાં 90 વર્ષ જુના વડમાં સાક્ષાત હનુમાન દાદાના દર્શન થયા છે. વઢવાણની અંદર ઘણા નાના મોટા હનુમાનજીના મંદિરો આવેલા છે. ખાંડી પોળની અંદર પણ હનુમાન દાદાની 100 વર્ષ જૂની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ જ એક 90 વર્ષ જૂનો વડ છે. આ વડમાં હનુમાનજીની પ્રતિમા જોવા મળી હતી. જેને જોવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

મન્દીર પાછળ ઉભેલા આ વડમાં એક બાળકને હનુમાનજીની આબેહૂબ છબી દેખાતા તેને બીજા લોકોને જાણ કરી હતી. અને પછી તો લોકોને પણ અચરજ લાગ્યું અને વડમાં ખરેખર હનુમાનજીની પ્રતિમા દેખાતા આ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.
વડમાં દેખાતી પ્રતિમાની અંદર દાદાનો આબેહૂબ ચહેરો અને ગદાના પણ દર્શન થયા છે. ભક્તો તેને દાદાનો ચમત્કાર માની રહ્યા છે. જુના વડની અંદર આ મૂર્તિ કુદરતી રીતે ઉભરી આવી હતી, જેને જોવા માટે સ્થાનિકો ઉત્સાહિત બની અને ઉમટી પડ્યા હતા.