ખેતરમાં કામ કરીને ઓક્સફર્ડ સુધીની સફર, ત્યારબાદ ન્યુયોર્કની નોકરી છોડીને આ રીતે બની IPS ઓફિસર, વાંચો સફળતાની કહાની

કહેવાય છે કે મુશ્કેલીઓ ભલે ગમે તેટલી કેમ ના હોય, જો તમારા મનની અંદર સાચી ચાહ હોય તો તમને રાહ જરૂર મળી જાય છે. આપણી આસપાસ પણ શૂન્યમાંથી સર્જન કરનારા ઘણા લોકોની કહાની હશે. જે આજે પણ આપણા માટે પ્રેરણા સમાન છે. ઘણા લોકોએ પોતાની અથાગ મહેનત અને નિષ્ઠાથી પોતાના સપનાઓ પૂર્ણ કર્યા હોવાનું પણ આપણે જોયું છે.

આજે અમે તમને એવી જ એક આઇપીએસ ઓફિસર વિશે જણાવવાના છીએ, જેને ખેતરમાં મજુરી કરતા કરતા જોયેલું સપનું પૂર્ણ કરી બતાવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના એક નાનકડા કસ્બા કુંદરિકની રહેવા વાળી ઇલ્મા અફરોઝની.

ઈલ્માએ ખેતરોમાં કામ કરીને ઓક્સફર્ડ સુધીની સફર ખેડી. અને ત્યારબાદ ન્યુયોર્કની નોકરી છોડીને UPSCની સિવિલ સેવા પરીક્ષા પાસ કરીને લોકોની ભલાઈ માટે કામ કરવાનો નિર્ણય કર્યો. વર્ષ 2017માં ઈલ્મા અફરોઝ ટીપર રહી. ઈલ્માની કહાની કોઈ ફિલ્મોથી જરા પણ કમ નથી.  દિલ્હી નોલેજ ટ્રેકને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર તેને પોતાના જીવનના વિભિન્ન હિસ્સાઓ વિશેની જાણકારી આપી હતી.

ઈલ્મા અને તેના પરિવારની ખુશીઓને નજર ત્યારે લાગી ગઈ જયારે તેના પિતાનું અચાનક દેહાંત થઇ ગયું. ત્યારે ઈલ્મા 14 વર્ષની હતી અને તેનો ભાઈ 12 વર્ષનો. ઘરના એકમાત્ર કમાનાર વ્યક્તિના નિધનથી પરિવાર માથે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો.

ઈલ્માની માતાને સમજમાં નહોતું આવી રહ્યું કે શું કરવું ? લોકોએ સલાહ આપી કે છોકરીને ભણાવવામાં પૈસા બરબાદ ના કરે. અને  તેમના લગ્ન કરાવી દે. ભાર ઓછો થઇ જશે. ઈલ્માની માતાએ કોઈને જવાબ ના આપ્યો અને પોતાના મનનું જ સાંભળ્યું.

ઈલ્મા બાળપણથી જ ખેતરમાં કામ કરતી હતી અને તેની માતાનો કામમાં સાથ આપતી હતી. પરંતુ આ બધા વચ્ચે પણ તેને પોતાનો અભ્યાસ ના છોડ્યો, તે ભણાવામાં પણ ખુબ જ હોશિયાર હતી.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈલ્માએ અફરોઝ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સમાં એડમિશન લીધું અને ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન કર્યું. ઈલ્મા પોતાના સેન્ટ સ્ટિફેન્સમાં વિતાવેલા સમયને સૌથી શ્રેષ્ઠ સમય માને છે. જ્યાં તેને ઘણું બધું શીખ્યું.

ઈલ્માની કઠોર મહેતનના કારણે તેને ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી સ્કોલરશીપ મળી અને તેને ત્યાંથી પોસ્ટ  ગ્રેજ્યુએટ કર્યું. તે છતાં પણ તેના ગામના લોકો ખુશ થવાની જગ્યાએ તેની માતાને એમ કહેવા લાગ્યા કે તેમની છોકરી હાથમાંથી નીકળી ગઈ છે. હવે તે પાછી નહીં આવે.

ઈલ્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વિદેશમાં ભણવા અને રહેવાનો ખર્ચ સ્કોરલશિપથી મળવાનો હતો. પરંતુ તે સમયે તેની પાસે વિદેશ જવા માટે ટિકિટના પૈસા નહોતા. જેના બાદ તે મદદ માંગવા માટે ગામના ચૌધરી દાદા પાસે પહોંચી અને તેમને વિદેશમાં અભ્યાસ વિષે જણાવ્યું.

તેના બાદ ચૌધરી દાદાએ મદદ કરી. ઈલ્મા યુકેમાં પોતાના બાકી ખર્ચ પૂર્ણ કરવા માટે ક્યારેક બાળકોને ટ્યુશન પણ ભણાવતી હતી. ક્યારેક નાના બાળકોની દેખરેખ કરવાનું પણ કામ કરતી હતી.

પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ ઇલ્મા એક વોલેન્ટિયર પ્રોગ્રામમાં સામેલ થાવ માટે ન્યુયોર્ક ગઈ. જ્યાં તેને ફાઇનાન્સિયલ એસ્ટેટ કંપનીએ એક સારી નોકરી માટે ઓફર આપી. ઈલ્મા જો ઇચ્છતી તો આ ઓફર સ્વીકારી શક્તિ હતી અને વિદેશમાં હંમેશા માટે સ્થાયી પણ થઇ શકતી હતી.

પરંતુ તેના મનમાં સવાલ આવ્યો કે પોતાનાને છોડીને હું શું કામ કોઈ બીજા દેશમાં વસુ. તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારા ઉપર અને મારી શિક્ષા ઉપર પહેલા મારા દેશ અને મારી અમ્મીનો હક છે.

ન્યૂયોર્કથી પરત આવ્યા બાદ ઈલ્માએ યુપીએસસીની તૈયારી શરૂ કરી. અને છેલ્લે ઈલ્માએ 2017માં 217મી રેન્ક સાથે 26 વર્ષની ઉંમરમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. જયારે સર્વિસ પસંદ કરવાનો સમય આવ્યો તો તેને આઇપીએસની પસંદગી કરી અને તેને હિમાચલ પ્રદેશના કૈડરમાં આઇપીએસ તરીકે નિયુક્ત કરવામાં આવી.

Niraj Patel