ખબર

IIM અમદાવાદમાં કોરોના વિસ્ફોટ : સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, તંત્ર ચિંતામાં

અમદાવાદ આઇઆઇએમમાં વધુ 16 લોકો કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 18 દિવસમાં આઇઆઇએમમાં 70 લોકો કોરોના સંક્રમિત છે. આઇઆઇએમમાં અત્યાર સુધીમાં કુલ 191 કેસ નોંધાયા છે. જેમાં આઈઆઈએમના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. 86 વિદ્યાર્થી, 4 ફેકલ્ટી, 60 સ્ટાફ સભ્યોને કોરોના થયો છે. તો અન્ય 41 લોકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

હોળી અને ધૂળેટી પર્વના બે દિવસમાં કેમ્પસમાં વધુ 116 ટેસ્ટ કરાતા આ પૈકી ૧૬ લોકો કોરોના પોઝિટિવ આવતા કેમ્પસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100 ઉપર પહોંચવા પામી છે.જ્યારે જીટીયુમાં 20થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1 હજાર 988 દર્દીઓએ કોરોનાને માત આપી છે.