આ દીકરીએ ફક્ત એક જ વસ્તુના દમ પર પાસ કરી નાખી UPSCની પરીક્ષા, સફળતાની કહાની બની ગઈ યુવાઓનો પ્રેરણાસ્ત્રોત, જુઓ

UPSCમાં બે વખત નાપાસ થવા છતાં પણ ના માની આ દીકરીએ હાર, ત્રીજા પ્રયત્ન પહેલા કર્યું એવું કામ કે મળી ગઈ જળહળતી સફળતા, જુઓ સફળતાની કહાની

આપણા દેશની અંદર ઘણા બધા યુવાનો એવા છે જે UPSC પાસ કરવાનું સપનું જોઈને બેઠા છે. આ પરીક્ષા સૌથી કઠિન પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે, જેમાં સફળતા મેળવવા માટે લોકો દિવસ રાત પણ એક કરી દેતા હોય છે, છતાં પણ ઘણા ઓછા લોકો આ પરીક્ષામાં સફળતા મેળવતા હોય છે અને સિવિલ સર્વિસમાં જોડાતા હોય છે. ત્યારે સફળ થયેલા ઉમેદવારોએ જે મહેનત કરી હોય છે તેમની કહાની પણ ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનતી હોય છે.

આજે અમે તમને એવી જ એક સફળતાની કહાની જણાવવાના છીએ. આ કહાની છે આઈએફએસ ઓફિસર અનીશા તોમરની. અનીશાએ ત્રણ વાર યુપીએસસીની પરીક્ષા આપી હતી જેમાંથી બે વાર તે નાપાસ પણ થઇ હતી. છતાં પણ તેને હાર ના માની અને પ્રયાસ કરવાનું જ નક્કી કર્યું.

તેની આ સફર ખુબ જ મુશ્કેલ ભરેલી હતી. છતાં પણ તે આગળ વધતી રહી અને ત્રીજા પ્રયાસમાં જ 94મોં રેન્ક મેળવીને સફળતા મેળવી લીધી હતી. આ દરમિયાન તેણે અભ્યાસને લઈને કેટલીક રણનીતિ પણ બનાવી હતી. અનીશાના પિતા ભારિતય સેનામાં બ્રિગેડિયર હતા અને તેને બાળપણથી જ ભણવાનો ખુબ જ શોખ પણ હતો.

12માં ધોરણના અભ્યાસ બાદ અનીશાએ પંજાબ યુનિવર્સીટીમાંથી બી.ટેક કર્યું. ગ્રેજ્યુએશન દરમિયાન જ તેણે યુપીએસસીની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. સૌથી પહેલા તેને યુપીએસસી સિલેબલ્સ મુજબ અભ્યાસનું મટીરીયલ તૈયાર કર્યું અને પછી આ પરીક્ષા પાસ કરવાની મહેનતમાં લાગી ગઈ.

અનીશા તોમર બે વખત યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થઈ હતી. પહેલા પ્રયાસમાં તે પ્રી પણ કાઢી શકી ન હતી પરંતુ બીજા પ્રયાસમાં તે પ્રી બાદ મેઈન્સમાં પહોંચી ગઈ હતી. જો કે તે 6 નંબરથી ચુકી જવાના કારણે કારણે મેઇન્સ માટે ક્વોલિફાય કરી શકી ન હતી, પરંતુ તેનો ઉત્સાહ ઓછો થયો ન હતો. વર્ષ 2018માં જ્યારે અનીશા તોમર મુખ્ય પરીક્ષા પહેલા હાઇપરટેન્શનનો શિકાર બની હતી.

આ બીમારીમાંથી બહાર આવ્યા બાદ તેણે પરીક્ષા આપી અને કેટલાક માર્કસથી પાછળ રહી ગઈ. આ પછી, તેણે ત્રીજા પ્રયાસમાં ફરી એકવાર પ્રિલિમ પરીક્ષા પાસ કરી. આ વખતે, એક વ્યૂહરચના તૈયાર કરતી વખતે, તેણે માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે થોડો બ્રેક લીધો અને ફરીથી અભ્યાસ શરૂ કર્યો, જેનો ફાયદો પણ થયો.

અનીશાએ ત્રીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા 94મો રેન્ક મેળવ્યો. તેણે વૈકલ્પિક વિષય તરીકે જાહેર વહીવટ પસંદ કર્યો. તે કહે છે કે શાંત સમુદ્રના મોજામાં સફર કરીને ઘણા લોકો કુશળ નાવિક બની શકતા નથી. કુશળ નાવિક બનવા માટે મોજાનો સામનો કરવો પડે છે. પોતાની સફળતાનો મંત્ર શેર કરતાં અનીશા તોમરે કહ્યું કે તેણે પોતાની ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ કર્યો.

અનીશાનું માનવું છે કે UPSC ક્લિયર કરવા માટે ધીરજની જરૂર છે. તેમણે કહ્યું કે દરેક ઉમેદવારે વૈકલ્પિક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યક્તિએ દરેક વસ્તુથી દૂર રહેવું જોઈએ જે સમય બગાડે છે. તેઓ પોતે વૈકલ્પિક વિષયોની સાથે નિબંધો લખવા પર વધુ ધ્યાન આપતા. જનરલ સ્ટડીઝને છેલ્લું સ્થાન આપવામાં આવ્યું હતું.

Niraj Patel