દેશી ગર્લ પ્રિયંકા 3 વર્ષ પછી મુંબઈ આવી, વિદેશી બોડીગાર્ડની થઇ રહી છે ચર્ચા, વીડિયોમાં તેવર જોઇ ફિદા થયા ચાહકો

હોલીવુડના હીરો જેવો દેખાય છે પ્રિયંકા ચોપરાનો વિદેશી બોડી ગાર્ડ, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં મુંબઈમાં છે. લગભગ ત્રણ વર્ષ સુધી વિદેશમાં સમય વિતાવ્યા બાદ લાંબા સમયે પ્રિયંકા મુંબઈ આવી છે. તેનો હેતુ તેના હેર પ્રોડક્ટનો પ્રચાર છે. પીસી તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી પોતાના માટે થોડો સમય કાઢી રહી છે અને તે સ્થળોની મુલાકાત લઈ રહી છે જ્યાં તેની સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. પ્રિયંકા હાલમાં મુંબઈની તાજ હોટલમાં જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ વીડિયોમાં તેનો બોડીગાર્ડ પણ નજરે પડી રહ્યો છે. પ્રિયંકાની સાથે તેના બોડીગાર્ડની પણ ચર્ચાઓ અચાનક સોશિયલ મીડિયા પર થવા લાગી છે. ખબર નહીં અચાનક શું થઈ ગયું કે પ્રિયંકાનો બોડીગાર્ડ ચર્ચામાં આવી ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પ્રિયંકા ચોપરાનો બોડીગાર્ડ જોવા મળી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે અભિનેત્રીનો બોડીગાર્ડ હોલીવુડ સ્ટાર રયાન રેનોલ્ડ્સ જેવો દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Zorins TV (@zorinstv)

પ્રિયંકા ચોપરાનો આ વિડીયો હોટલમાંથી વાયરલ થઈ રહ્યો છે જે યુઝર્સને ઘણો પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો બોડીગાર્ડ સતત તેની સુરક્ષા કરી રહ્યો છે. આ દરમિયાન યુઝર્સે વીડિયો પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, ‘તેનો બોડીગાર્ડ વિદેશી કેમ છે?’ બીજાએ કહ્યું, ‘તેનો બોડીગાર્ડ રયાન રેનોલ્ડ્સ જેવો દેખાય છે.’ બીજાએ લખ્યું, ‘બોડીગાર્ડ ડેડપૂલ જેવો દેખાય છે.’

 

View this post on Instagram

 

A post shared by Mirchi Plus (@mirchiplus)

અન્ય એક યુઝરે લખ્યું કે, ‘અમેરિકાથી બોડીગાર્ડ પણ ખાસ લાવ્યા છે, વાહ!’ હોલીવુડ એક્ટર રયાન રેનોલ્ડ્સની વાત કરીએ તો તે ફિલ્મ ‘ડેડપૂલ’ માટે જાણીતો છે.તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા તેના કામને લઇને મુંબઈ આવી છે. પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો તેણે ભારત છોડ્યાને ઘણો સમય વીતી ગયો છે. આજે તે હોલીવુડની જાણીતી સેલેબ બની ગઈ છે. પ્રિયંકા વર્ષોથી હોલીવુડના નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહી છે.

તેણે ગુરુવારે પોતાની નવી ફિલ્મ લવ અગેઈનની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તે હોલીવુડ એક્ટર Sam Heughan અને ટાઇટેનિક સિંગર સેલિન ડીયોન સાથે જોવા મળશે. પ્રિયંકા ચોપરા છેલ્લે બોલિવૂડમાં ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’માં જોવા મળી હતી. આ પછી તેણે નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’માં પણ કામ કર્યું. ટૂંક સમયમાં તે ફરહાન અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘જી લે ઝરા’માં કામ કરવા જઈ રહી છે. જેમાં પ્રિયંકા સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ હશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina