2 વાર જીતી કેન્સર સામે જંગ, હવે વેન્ટિલેટર પર છે આ અભિનેત્રી, જાણો સમગ્ર મામલો
મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે, ચેલાલ થોડા સમયમાં જ ઘણા બધા કલાકારો આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, તો ઘણા કલાકારોની તબિયત પણ બગડતા જ ચાહકોના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા છે, ત્યારે હાલ વધુ એક અભિનેત્રી જિંદગી અને મોત સામે ઝઝૂમી રહી છે, હાલ તેની હેલ્થ અપડેટ સામે આવતા જ ચાહકો પણ ચિંતામાં મુકાયા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હર્યા છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જાણિતી અભિનેત્રી એંડ્રિલા શર્માની હાલત હાલ ખુબ જ નાજુક છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા થોડા સમયથી તેની તબિયત બગડી છે જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ પણ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર એન્ડ્રીલા શર્માને હાવડાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. તેને અચાનક જ સ્ટ્રોક આવ્યો હતો જેના બાદ તેના દિમાગમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હતા. જેના કારણે તેની હાલત ખુબ જ નાજુક છે. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા અભિનેત્રીને વેન્ટિલેટર પણ રાખવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે આ પહેલા પણ અભિનેત્રી બે વાર કેન્સર જેવી જીવલેણ બીમારી સામે પણ જંગ જીતી ચુકી છે.
અભિનેત્રીને જયારે બીજીવાર કેન્સરની ખબર પડી ત્યારે પણ તેને હાર ના માની અને ક્રિટીકલ સર્જરી પૂર્ણ કરાવી, તેણે અભિનયમાં પણ કમબેક કર્યું પરંતુ હવે તેની તબિયત ફરીથી ખરાબ થવાના કારણે તેના પરિવારજનો અને ચાહકો પણ ચિંતામાં છે. તેના અભિનય કરિયરની વાત કરીએ તો તે બંગાળી સિનેમામાં સૌથી વધારે એક્ટિવ છે. તેને પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો “ઝૂમર”થી કરી હતી. જેના બાદ તે ઘણા બધા ખ્યાતનામ શોનો ભાગ રહી હતી.