ચારુ અસોપા સાથે લફડાના આરોપ પર ભડક્યો કરણ મહેરા, બોલ્યો- આજે જ આવ્યો હતો મેસેજ…

કરણ મહેરા સાથે ચારુ અસોરાના આડાસંબંધો કે લફડું ચાલી રહ્યું છે? આ મેટર પર કંટાળી એક્ટરે લીધો મોટો નિર્ણય

ચારુ અસોપા અને રાજીવ સેનના ઝઘડામાં હવે ટીવી એક્ટર અને સ્ટાર પ્લસ શો યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ફેમ કરણ મહેરાનું પણ નામ આવી ગયુ છે. કરણના જીવનમાં પહેલાથી જ ઉથલ પુથલ મચેલી છે. તેની પત્ની નિશા રાવલ તેના પર ઘણા આરોપો લગાવી ચૂકી છે. હવે રાજીવના ચારુ અને કરણના અફેરવાળા નિવેદન પર કરણે જવાબ આપ્યો છે. ત્યાં ચારુ અસોપાએ પણ આ મુદ્દે પોતાનું રિએક્શન આપ્યુ છે. જણાવી દઇએ કે, રાજીવે કહ્યુ હતુ કે, ચારુ અને કરણ વચ્ચે રોમેન્ટિક સંબંધ છે, આની ખબર તેને ચારુની માતા પાસેથી જ પડી હતી.

કરણ મહેરાએ ઇટાઇમ્સ સાથે વાતચીતમાં કહ્યુ કે, રાજીવ કયા રોમાન્સની વાત કરે છે ? મેં એક ઇવેન્ટ માટે ચારુ સાથે જૂનમાં વાત કરી હતી. તે બાદ આજ સુધી વાત થઇ નથી. તેણે મને મેસેજ કરી માફી માગી છે કે મને આ બધુ બકવાસ ઝેલવું પડી રહ્યુ છે. કરણે જણાવ્યુ કે, આ ઇવેન્ટથી લગભગ 10 વર્ષ પહેલા તે ચારુને મળ્યો હશે. તેણે એ પણ કહ્યુ કે, તે રાજીવ સાથે વાત કરવાની જગ્યાએ તેને માનહાનિની નોટિસ મોકલવી પસંદ કરશે.

ત્યાં હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાતચીતમાં ચારુએ પણ રિએક્શન આપ્યુ. તેણે કહ્યુ, આ બધુ બકવાસ છે. મેં કરણ સાથે એક શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેમાં કામ કર્યુ છે. હું તેને લગભગ 12 વર્ષથી મળી નથી. હાલમાં જ એક ઇવેન્ટમાં તે આવ્યો હતો. પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે અમે રીલ બનાવી હતી. અમે બસ ત્યાં ઊભા હતા કારણ કે અમે સેલિબ્રિટી તરીકે ગયા હતા. તેને જોઇને કોઇ પણ ન કહી શકે કે અમારુ ચક્કર ચાલી રહ્યુ છે. મારા પતિ ગંદા થતા જઇ રહ્યા છે

અને બધુ ખરાબ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજીવે કહ્યુ હતુ કે, તેના પરિવારે ચારુને ઘણો સપોર્ટ કર્યો પરંતુ તો પણ તેણે રાજીવ પર શર્મનાક આરોપ લગાવ્યો. રાજીવે અહીં સુધી કહ્યુ કે, આ રીતના ટોર્ચર માટે હું ચારુને ક્યારેય માફ નહિ કરુ. સિદ્ધાર્થ કનનને આપેલ લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં ચારુ અસોપાએ રાજીવ સેનને શકી જણાવ્યો હતો.

તેણે કહ્યુ હતુ કે તે તેના કો-એક્ટર્સને મેસેજ કરી તેનાથી દૂર રહેલા માટે કહેતો હતો. અહીં સુધી કે તેણે એકવાર ડ્રાઇવર સાથે અફેરનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહિ, રાજીવ તેને વારંવાર છોડીને જતો રહેતો હતો. તેનાથી તેને લાગ્યુ કે રાજીવના જીવનમાં બીજુ કોઇ છે.

Shah Jina