રાજીવ સેને ચારુના આરોપો પર તોડી ચુપ્પી : બોલ્યો- ચારુનું કરણ મહેરા સાથે અફેર ચાલી….જાણો અંદરની વાત
બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનનો ભાઇ રાજીવ સેન અને ચારુ અસોપા પોતાના સંબંધને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. કેટલાક દિવસો પહેલા જ ચારુએ પતિ પર ઘરેલુ હિંસા અને પ્રેગ્નેંસી દરમિયાન તંને દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે રાજીવે આ પર રિએક્ટ કરતા કહ્યુ કે, આ ટોર્ચર અને હ્યુમિલીએશન માટે ચારુને ક્યારેય માફ નહિ કરુ,. સાથે જ તેણે ખુલાસો કરતા કહ્યુ કે, ચારુનું ટીવી એક્ટર કરણ મહેરા સાથે અફેર ચાલી રહ્યુ હતુ.
બંનેએ એક રોમેન્ટિક રીલ બનાવી હતી. મને ચારુ અને કરણના રોમાન્સની બધી વાતો પોતે ચારુની માતાએ જણાવી હતી. રાજીવે તેના પર લાગેલા આરોપ વિરૂદ્ધ વાત કરતા કહ્યુ કે, ચારુ અને કરણ વચ્ચે શું ચાલી રહ્યુ હતુ તે મને નથી ખબર. તે મારા પર દગો આપવાનો આરોપ લગાવી રહી છે પરંતુ તે પોતે શકના દાયરામાં છે. ચારુને વિશ્વાસની સમસ્યા હતી, મને નહીં. હું ચારુ જેવી વ્યક્તિ સાથે રહી શકતો નથી. રાજીવ આગળ કહે છે, ‘તે હંમેશા મહિલા કાર્ડ રમવા માંગે છે.
ચારુએ મારા પર જે આક્ષેપો કર્યા છે તેનો કોઈ પુરાવો ચારુ પાસે નથી. મારો આખો પરિવાર તેને પ્રેમ કરતો હતો અને મારા કરતાં તેને વધુ ટેકો આપતો હતો, છતાં તેણે મારા પર આવા આક્ષેપો કર્યા હતા. હું આ બધાને લાયક નથી. આ ત્રાસ માટે હું તેને ક્યારેય માફ નહીં કરું. રાજીવે પોતાના પર લાગેલા હુમલાના આરોપોને પણ ખોટા ગણાવ્યા છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘ચારુને ટ્રસ્ટનો મુદ્દો હતો.
તેની માતાએ મને કહ્યું કે તેણે તેના અગાઉના સંબંધમાં પણ આવું જ કર્યું હતું. હું એક માણસ છું, તેથી હું ગુસ્સે થઈ શકું છું, આપણે બધા કરીએ છીએ, પરંતુ જે તમને ગુસ્સે કરવા માટે ઉશ્કેરે છે તે વધુ જોખમી છે.’ ચારુ અને રાજીવે વર્ષ 2019માં લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં કપલે એક પુત્રીનું સ્વાગત કર્યુ. જેનું નામ જિયાના છે. દીકરીના જન્મ સમયે સુષ્મિતા સેન પણ ત્યાં હાજર હતી. થોડા દિવસો પછી બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા.
જો કે, 2022માં ચારુએ પુષ્ટિ કરી કે તે રાજીવને છૂટાછેડા આપવા જઈ રહી છે, ત્યારબાદ અભિનેત્રીએ અલગ ઘરમાં રહેવાનું શરૂ કર્યું. હવે થોડા દિવસો પહેલા ગણેશ ચતુર્થી નિમિત્તે તેઓનું પેચઅપ થઇ ગયુ. પરંતુ હવે બંને ફરી અલગ થઈ ગયા છે. દીકરી ખાતિર કપલે તેમના સંબંધોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લાગે છે કે તેમના પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા છે.