જાહ્નવીએ ખરીદ્યો 65 કરોડનો બંગલો, સમાચાર સામે આવતા જ લોકો પૂછવા લાગ્યા ક્યાંથી આવ્યા આટલા કરોડો રૂપિયા

ખુદ ના કમાયેલા કે પપ્પાના? 4 વર્ષનું કરિયર, 6 ફિલ્મો…તો પણ જાહ્નવીએ ખરીદી લીધો 65 કરોડનો બંગલો

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની ખુશી હાલ સાતમા આસમાન પર છે, કેમ ના હોય આખરે તેની ફિલ્મ મિલી રીલિઝ થઇ ગઇ છે અને તેને ઘણો પોઝિટિવ રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. એટલું જ નહિ જાહ્નવી કપૂરે બાંદ્રામાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યો છે. જેની કિંમત 65 કરોડ રૂપિયા જાણવા મળી રહી છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર કરિયરમાં સારી રીતે આગળ વધી રહી છે. અવાર નવાર જાહ્નવી કોઇના કોઇ વાતને લઇને ચર્ચામાં રહે છે.

ભલે તેણે તેના કરિયરમાં હજી ઓછી ફિલ્મો કરી હોય પરંતુ તેની ચર્ચા લાખો-કરોડો લોકો વચ્ચે થતી રહે છે. તેની અદાઓ પર ચાહકો મરે છે. જાહ્નવીના ઘરની વાત કરીએ તો, તેણે બાંદ્રામાં એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. બે ફ્લોર તેણે તેના નામ પર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ એપાર્ટમેન્ટ Kubelisque બિલ્ડિંગમાં છે અને લોકેશન બાંદ્રા વેસ્ટ પાલી હિલ જણાવવામાં આવી રહી છે. જાહ્નવીનું આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ 8669 સ્કેવર ફૂટ એરિયામાં બનેલુ છે. તેનો કારપેટ એરિયા 6421 સ્કેવર ફૂટ છે.

સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાની સાથે જ લોકો તેના પર ઘણી વાતો કરી રહ્યા છે જે ખરેખર રસપ્રદ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાહ્નવીએ આ ઘર માટે 3.9 કરોડ એટલે કે 4 કરોડ જેટલી ભારે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ ઘર જાહ્નવીએ 12 ઓક્ટોબરે જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સમાચાર આવતાની સાથે જ યુઝર્સ સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. વાસ્તવમાં, લોકો આશ્ચર્યમાં છે કે જાહ્નવી પાસે તેના ટૂંકા કરિયરમાં એટલા પૈસા ક્યાંથી આવ્યા કે તેણે 65 કરોડનું ઘર ખરીદ્યુ.

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં જ જાહ્નવીએ તેનું જુહુનું ઘર એક્ટર રાજકુમાર રાવને વેચ્યું હતું, તે પણ 44 કરોડમાં. તે ઘર Juhu-Vile Parle Development Scheme અંતર્ગત જાહ્નવીએ વર્ષ 2020માં 14, 15 અને 16 ફ્લોર ખરીદ્યા હતા.જેમાં સ્વીમિંગ પુલથી લઇને ઓપન ગાર્ડન એરિયા અને સ્ટરકેસ પણ છે. આવી સ્થિતિમાં આ નવું મકાન મેળવવામાં તેણે એ રકમનું રોકાણ કર્યું હશે એવું માનવામાં આવી રહ્યુ છે. જાહ્નવી કપૂરની મિલી 4 નવેમ્બરના રોજ શુક્રવારે જ રિલીઝ થઈ છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ ફિલ્મ મલયાલમની હિન્દી રિમેક છે જે ડ્રામા થ્રિલર છે. ફિલ્મની કહાની ઘણી દિલચસ્પ છે. જાહ્નવી પાસે મિસ્ટર એન્ડ મિસિસ માહી સિવાય બવાલ ફિલ્મ પણ છે, જેમાં તે વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે. ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી સંભાળી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ લગભગ પૂરુ થઇ ચૂક્યુ છે. કેટલાક સમય પહેલા જ જાહ્નવી કપૂરની ગુડ લક જેરી ઓટીટી પર રીલિઝ થઇ હતી, જેને સારો રિસ્પોન્સ મળ્યો હતો.

Shah Jina