દીકરીના જન્મ બાદ પહેલીવાર જોવા મળ્યો ન્યુ ડેડ રણબીર કપૂર, રેન્જ રોવરમાં હોસ્પિટલથી થયો રવાના- જુઓ વીડિયો

નવા નવા પપ્પા બનેલા રણબીર કપૂર કરોડોની ગાડી લઈને પહોંચ્યો પરી જેવી દીકરીને મળવા, જુઓ તસવીરો

બોલિવુડના પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 6 નવેમ્બરે એક દીકરીનું સ્વાગત કર્યુ. આ જોડીએ આ વર્ષે એપ્રિલમાં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા, જે બાદ જૂનમાં આલિયાએ તેની પ્રેગ્નેંસી એનાઉન્સ કરી હતી. આલિયાએ રવિવારે 6 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યા આસપાસ એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આલિયાની ડિલીવરી દરમિયાન રણબીર કપૂરની માતા નીતૂ કપૂર અને આલિયાની માતા સોની રાઝદાન તેમજ તેની બહેન શાહીન ભટ્ટ હાજર હતી.

ત્યાં દીકરીના જન્મ બાદથી પૂરો કપૂર અને ભટ્ટ પરિવાર સાતમા આસમાન પર છે. આ બધા વચ્ચે રણબીર કપૂરને પિતા બન્યા બાદ પહેલીવાર હોસ્પિટલની બહાર સ્પોટ કરવામાં આવ્યો હતો. દીકરીને દુનિયામાં આવકાર્યા બાદ રણબીર પહેલીવાર જોવા મળ્યો હતો. તે પોતાની કારમાં હોસ્પિટલથી નીકળતો જોવા મળ્યો હતો. ત્યાં હોસ્પિટલની બહાર પહેલેથી જ હાજર પેપરાજીઓએ બિલ્ડીંગની બહાર નીકળતાની સાથે જ અભિનેતાને કેમેરામાં કેદ કરવાનું શરૂ કર્યું.

જોકે આ દરમિયાન રણબીરે મીડિયા સાથે વાતચીત કરી ન હતી. વીડિયોમાં રણબીર કપૂર સંપૂર્ણ સ્વેગમાં હોસ્પિટલમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. અભિનેતાની સવારી કાળા રંગની રેન્જ રોવરમાં નીકળી હતી. રણબીરની કાર જોઈને પેપરાજી તેની તરફ દોડ્યા. જો કે, અભિનેતા રોકાયા વિના સીધો ત્યાંથી નીકળી ગયો. સોમવારના રોજ આલિયા અને રણબીરના નજીકના મિત્ર અને નિર્દેશક અયાન મુખર્જી આલિયા-રણબીરની દીકરીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

તાજેતરમાં ન્યુ દાદી નીતુ પણ ઘરની બહાર ક્લિક થઈ હતી. પૌત્રીના આગમનનો આનંદ તેના ચહેરા પર દેખાતો હતો. ચાહકો હવે રણબીર અને આલિયાની નાની દીકરીની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે, આલિયા અને રણબીરની બાળપણની તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જ્યારથી તેઓએ તેમની લાડલી દીકરીનું સ્વાગત કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina