ખુબ જ રોમાન્ટિક છે ભારતીય ક્રિકેટર K.L. રાહુલ અને સુનિલ શેટ્ટીની લાડલી આથિયા શેટ્ટીની લવ સ્ટોરી, આ રીતે બંને વચ્ચે શરૂ થયું હતું ઈલુ ઈલુ

બહુ જ ક્યૂટ છે આથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલની લવસ્ટોરી, આ રીતે થઇ હતી બંનેની પહેલી મુલાકાત

ક્રિકેટરો અને અભિનેત્રીઓ વચ્ચે ખુબ જ જૂનો સંબંધ છે, ઘણા એવા ક્રિકેટરો છે જેમણે બોલીવુડની સુંદર હસીનાઓ સાથે લગ્ન કરી લીધા છે અને સુખી જીવન પણ જીવી રહ્યા છે, તો ઘણા ક્રિકેટરોના અભિનેત્રીઓ સાથે અફેર પણ ચાલી રહ્યા છે, એવું જ એક અફેર ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી વચ્ચે પણ ચાલી રહ્યુ છે. ત્યારે આ બંનેની પ્રેમ કહાની પણ ખુબ જ દિલચસ્પ છે.

આથિયાએ વધુ ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ તે તેના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. રાહુલ સાથેના રિલેશનને લઈને પણ તે સતત ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસ પહેલા તેમના લગ્નને લઈને પણ ચર્ચાઓ જામી હતી. આજે આથિયા શેટ્ટીનો 29મોં જન્મ દિવસ પણ છે. ત્યારે આથિયા અને રાહુલની લવ સ્ટોરી પણ સામે આવી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રાહુલ અને આથિયાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. ત્યારે આ વિશેની કોઈ ઓફિશિયલ જાણકારી નહોતી. પરંતુ જયારે આ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને જન્મ દિવસની શુભકામનાઓ આપવાનું શરૂ કર્યું ત્યારે તેમના રિલેશનશિપની ધારણાઓ ચાહકોએ લગાવવાનું શરૂ કરી દીધું.

જયારે આ બંનેના સંબંધો વિશે આથિયાના પિતા સુનિલ શેટ્ટીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ આ વિશે કોઈ જવાબ આપ્યો નહિ. પરંતુ જયારે વર્ષ 2021માં રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ રમવા માટે જવા રવાના થયો થયો ત્યારે આથિયા પણ તેની સાથે હતી, જો કે તેમને આ વાત પર પણ કઈ ના કહ્યું પરંતુ સોશિયલ મીડિયામાં તેમની વાયરલ તસવીરોએ લોકોમાં એક ચર્ચાનો વિષય જગાવી દીધો હતો.

ગયા વર્ષે એટલે કે 2021માં આથિયાના જન્મ દિવસના અવસર પર રાહુલે પોતાના સંબંધને ઓફિશિયલ કરી દીધો. તેને આથિયાને શુભકામનાઓ પાઠવતા ખુબ જ રોમાન્ટિક કેપશન પણ લખ્યું હતું. તસવીરોમાં બંને વચ્ચે પ્રેમ પણ જોવા મળ્યો હતો, આજે પણ અથિયાના જન્મદિવસ પર રાહુલે એક પોસ્ટ શેર કરી છે, જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. હવે આથિયા અને રાહુલ જાહેરમાં જ પોતાના સંબંધોનો સ્વીકાર કરે છે.

Niraj Patel