હંમેશા માટે એકબીજાના થયા પલક મુચ્છલ અને મિથુન, રિસેપ્શનમાં બલાની ખૂબસુરત લાગી સિંગર, પહોંચ્યા આ સેલેબ્સ

દિગ્ગજ સિંગર પલકની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા આ મોટા મોટા સ્ટાર્સ, જુઓ ખૂબસુરત તસવીરો

મશહૂર સિંગર પલક મુચ્છલ અને સંગીતકાર મિથુન લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ એક ખાનગી સમારંભમાં નજીકના લોકો વચ્ચે ફેરા ફર્યા હતા. લગ્ન પહેલા બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા છે. લગ્ન સમારોહ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે યોજાયો હતો. લગ્ન બાદ બંનેએ ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હસ્તીઓ માટે ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન પાર્ટી આપી હતી. બંનેના રિસેપ્શનમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

આ રિસેપ્શનમાં સોનુ નિગમ અને જાવેદ અલી તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા. તેમના સિવાય રૂબીના દિલૈક પતિ અભિનવ શુક્લા સાથે આ પાર્ટીમાં પહોંચી હતી. આ ઉપરાંત ક્રિકેટર સ્મૃતિ મંદાના, સિંગર કૈલાશ ખેર, મનોજ મુન્તાશીર, નીતિ મોહન, પાર્થ સમથાન, રશ્મિ દેસાઈ, અરમાન મલિક અને ભૂષણ કુમાર પણ નવા કપલને અભિનંદન આપવા રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા. જણાવી દઈએ કે લગ્ન બાદ પલકે પોતાની અને મિથુનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી,

જે ઘણી વાયરલ પણ થઇ. આ તસવીરોમાં બંનેની જોડી શાનદાર લાગી રહી હતી. પલકે આ પોસ્ટ સાથે રોમેન્ટિક કેપ્શન પણ આપ્યુ હતુ. તેણે લખ્યું, ‘આજે અમે બંને કાયમ માટે એક થઈ ગયા છીએ.’ આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સ પણ બંનેને અભિનંદન આપી રહ્યા છે. પલક દુલ્હન લુકમાં અદભૂત દેખાતી હતી. પલકે નેચરલ મેકઅપ સાથે વાળને કર્લીમાં જ રહેવા દીધા હતા.

વેડિંગ રિસેપ્શનની તસવીરોમાં નવી દુલ્હન પલક લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વાંકડિયા વાળ, હેવી નેકલેસ, માંગ ટીકા અને ઇયરિંગ્સ પહેરેલી પલકનો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. ત્યાં તેના દુલ્હા મિથુને ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. પલક મુચ્છલના વેડિંગ રિસેપ્શનનું ભવ્ય સ્તરે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રશ્મિ દેસાઈ, ડેઝી શાહ, ઉદિત નારાયણ,

આદિત્ય નારાયણ, ભૂષણ કુમાર, તુલસી કુમાર અને ટીવીની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. આ પ્રસંગે સિંગર અરમાન મલિક પણ જોવા મળ્યો હતો. તેણે પરિવારના સભ્યો સાથે કેમેરામેન માટે પોઝ આપ્યા હતા. તેણે સફેદ શેરવાની પહેરી હતી. રિસેપ્શનમાં પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમની બહેન તુલસી કુમાર પણ જોવા મળી હતી. બંનેએ સાથે મળીને ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા.

રેડ-ગોલ્ડન સૂટમાં ડેઝી શાહ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં નિર્માતા રમેશ તૌરાની અને કુમાર તૌરાની પણ જોવા મળ્યા હતા. સિંગર સુદેશ ભોસલે તેની પત્ની સાથે સ્માર્ટ લુકમાં જોવા મળ્યો હતો. બીજી તરફ શાન પણ તેની પત્ની સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. ગાયક અને ગઝલ ગાયક રૂપ કુમાર રાઉથર પત્ની સોનાલી રાઠોડ સાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ પણ જોવા મળી હતી.

જાણીતા સિંગર જાવેદ અલી પણ પલક મુચ્છલના લગ્નના રિસેપ્શનમાં પરિવાર સાથે પહોંચ્યા હતા. તેણે કેમેરામેન માટે પોઝ પણ આપ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પલક અને મિથુને 12 નવેમ્બરે ઈન્દોરની સયાજી હોટલમાં લગ્નની પાર્ટીનું આયોજન કર્યુ છે. તેમાં 450થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પાર્ટી શહેરની એક મોટી હોટલમાં આપવામાં આવી રહી છે.

મુંબઈના રિસેપ્શનમાં શહેરના પસંદગીના પરિચિતો અને સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો પલક મુચ્છલે અત્યાર સુધી ઘણી બોલિવૂડ ફિલ્મોના ગીતોમાં પોતાનો જાદુઈ અવાજ આપ્યો છે. ત્યાં મિથુને સંગીતકાર તરીકે સંગીત ઉદ્યોગમાં ઘણું નામ કમાવ્યું છે. તેણે ડઝનબંધ ગીતો કમ્પોઝ કર્યા છે જેને લોકો આજે પણ સાંભળવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે,

‘આશિકી 2’થી ઘણી હિટ ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ચલાવનાર પલક મુચ્છલે ઘણા રોમેન્ટિક ગીતો ગાયા છે, પરંતુ હવે તેના પોતાના જીવનમાં રોમાંસનો એક નવો અધ્યાય શરૂ થયો છે. મધુર અવાજની માલકિન પલક હવે મિસથી મિસિસ બની ગઈ છે. પલકે મ્યુઝિક કમ્પોઝર મિથુન શર્માને પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Previous Article

ખુબ જ રોમાન્ટિક છે ભારતીય ક્રિકેટર K.L. રાહુલ અને સુનિલ શેટ્ટીની લાડલી આથિયા શેટ્ટીની લવ સ્ટોરી, આ રીતે બંને વચ્ચે શરૂ થયું હતું ઈલુ ઈલુ

Next Article

આખરે કોના જેવી દેખાય છે કપૂર પરિવારની લાડલી ? રણબીર કે આલિયા જેવી ? જુઓ દાદી નીતુ કપૂરે આ વિશે શું કહ્યું

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!