આલિયા કે રણબીર કોના જેવી દેખાય છે પરી જેવી બેબી ? નીતુ સિંહે આપ્યો જવાબ
ગઈકાલે બોલીવુડમાંથી એક ખુબ જ મોટી ખુશખબરી સામે આવી. બોલીવુડના સ્ટાર કપલ રણબીર અને આલિયા માતા-પિતા બની ગયા. જેને લઈને ચાહકોથી સેલેબ્સ સુધી બધા તેમને નવા બાળકના જન્મની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આલિયાએ એક દીકરીને જન્મ આપ્યો છે, જેને લઈને પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે, ત્યારે હવે આલિયા અને રણબીરની આ લાડલીને જોવા માટે પણ ચાહકો આતુર છે.
ત્યારે ચાહકોમાં એ વાત જાણવાને લઈને પણ ખાસો ઉત્સાહ છે કે આખરે કપૂર પરિવારની આ લાડલી કોના જેવી દેખાઈ રહી છે ? રણબીર કે આલિયા ? ત્યારે આ વાતનો જવાબ દાદી નીતુ કપૂરે જ પેપરાજીને આપ્યો હતો. નીતુ કપૂર પણ દાદી બનવાથી ખુબ જ ખુશ છે. તેમની ખુશી પણ સાતમા આસમાને છે. નીતુ કપૂર જેવી જ હોસ્પિટલની બહાર નીકળી પેપરાજીએ તેને ઘેરી લીધી હતી.
હોસ્પિટલની બહાર આવતા જ પેપરાજીએ નીતુ કપૂરને આલિયા અને બેબી ગર્લની તબિયત વિશે સૌથી પહેલા પુછુયુ, આ ઉપરાંત પેપરાજીએ એ પણ પૂછ્યું કે નીતુજી તમારા ઘરમાં લક્ષ્મી આવી છે તો તેના પર તમે શું કહેવા માંગશો ? જેના જવાબમાં નીતુ કપૂરે જણાવ્યું કે, “હું શું કહેવા માંગીશ. હું બહુ જ ખુશ છું.” જેના બાદ પેપરાજીએ આ બાળકી કોના પર ગઈ છે આલિયા પર કે આરકે પર ?
આ સવાલના જવાબમાં નીતુ કપૂરે જણાવ્યું કે તે હજુ બહુ નાની છે. આજે જ આવી છે ને.” જેના બાદ તબિયત વિશેના સવાલ પર પણ નીતુ કપૂરે કહ્યુ કે તે એકદમ ઠીક છે. આભાર” તમને જણાવી દઈએ કે આલિયાના માતા બનવાની જાહેરાત આલિયાએ જ એક પોસ્ટ દ્વારા કરી હતી. બાળકને જન્મ આપ્યા બાદ તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમે પેરેન્ટ્સ બની ગયા છે અને ક્યૂટ બેબી ગર્લનું આગમન થયું છે.”
View this post on Instagram