આ ઘરમાં રહે છે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ, 30 દિવસનું ભાડુ લાખોમાં, સાંભળી ઉડી જશે હોંશ

કેટરીના કૈફને વહુ બનાવીને આ ઘરમાં લાવ્યો વિક્કી કૌશલ, 30 દિવસનું ચૂકવે છે 8 લાખ ભાડુ, જુઓ સી-ફેસિંગ એપાર્ટમેન્ટનો વીડિયો

વિક્કી કૌશલ અને કેટરીના કૌફ બોલિવુડના સ્ટાર કપલ છે. બંનેએ છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. ત્યારથી લઇને ઘણા સમય સુધી બંનેના લગ્નની ખૂબસુરત તસવીરો ગુગલ પર
ટ્રેન્ડ થઇ રહી હતી. એ વાત સાચી છે કે વિક્કી અને કેટરીનાની જોડી ઘણી ખૂબસુરત છે અને એટલું જ ખૂબસુરત કપલનું મુંબઇવાળુ ઘર છે. આજે અમે તમને બંનેના આશિયાનાની ઝલક બતાવવા જઇ રહ્યા છીએ.

વિક્કી અને કેટરીના લગ્ન બાદ આ નવા આશિયાનામાં શિફ્ટ થયા હતા. કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પાડોશી છે. વિક્કી અને કેટરીનાનું ઘર એ જ બિલ્ડિંગમાં છે જે બિલ્ડિંગમાં વિરાટ-અનુષ્કાનું. જણાવી દઇએ કે, વિક્કી-કેટરીનાએ આ ઘર ભાડે લીધુ છે. અનુષ્કાએ વિક્કી અને કેટરીનાના ઘર વિશે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી. વિક્કી-કેટરીનાના ઘરમાં તે સમયે કંસ્ટ્રકશન કામ ચાલતુ હોવાની પુષ્ટિ અનુષ્કાએ કરી હતી.

કેટરીના-વિક્કીનું ઘર ઘણુ જ ખૂબસુરત છે. સાથે આ સી-ફેસિંગ પણ છે. અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરી પર વિક્કી-કેટરીનાના લગ્નની તસવીર શેર કરી શુભકામના આપતા લખ્યુ- તમને બંને ખૂબસુરત લોકોને શુભકામના. તમે લોકો જીવનભર સાથે રહો, એકબીજાને પ્રેમ કરો અને એકબીજાને સમજો. હું ખુશ છુ કે તમારા લગ્ન આખરે થઇ ગયા. હવે તમે ઘરે શિફ્ટ થઇ શકશો અને અમને કંસ્ટ્રકશનનો અવાજ નહિ સાંભળવો પડે.

લગ્ન પહેલા વિક્કી કૌશલ પરિવાર સાથે મુંબઇના અંધેરીમાં રહેતો હતો. ત્યાં કેટરીના તેની બહેન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. કેટરીના અને વિક્કીએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંને આ પહેલા ગુપચુપ રીતે એકબીજાને ડેટ કરતા હતા. બંનેના લગ્નની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી.

મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે કેટરીના વિક્કીએ લગ્ન પહેલા જ મુંબઇના જૂહુ વિસ્તારમાં ઘર ભાડા પર લીધુ હતુ. લગ્ન બાદ બંને ત્યાં શિફ્ટ થયા હતા. આ ઘરનું મહિનાનું ભાડુ 8 લાખ રૂપિયા છે. લગ્નના કેટલાક દિવસ બાદ કેટરીના કૈફે ઇન્સ્ટા પર તસવીર શેર કરી હતી. આ ઘરની બાલકનીમાંથી સમુદ્રનો ખૂબસુરત નજારો સ્પષ્ટ દેખાય છે. વિક્કી અને કેટરીનાના ઘરમાં 4 રૂમ છે. 8માં માળનો આ ફ્લેટ 5 હજાર વર્ગ ફુટમાં ફેલાયેલો છે.

આ ઘરમાં મોટો લિવિંગ રૂમ, પૂજા રૂમ, ડાઇનિંગ રૂમ, 2 બાલકની, 6 વોશરૂમ અને નોકરો માટે પણ બે રૂમ છે. તેમના ઘરની બાલકની ઘણી મોટી છે. કેટરીના અને વિક્કીએ હોળીના અવસર પર પરિવાર સાથે બાલકનીમાંથી તસવીર શેર કરી હતી. આ ઉપરાંત કરવા ચોથ પર પણ કેટરીનાએ તસવીરો શેર કરી હતી. કપલના ઘરની વાઇબ્સ ઘણી પોઝિટિવ અને કોઝી છે. તેમના ઘરમાં સફેદ દિવાલ છે અને ખૂબસુરત લાકડાનું આર્કિટેક્ચર છે,

આ સાથે ઘણા છોડ પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કેટરીનાની ફિલ્મ ફોન ભૂત સિનેમાઘરોમાં રીલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી છે. તેની આગામી ફિલ્મ જી લે ઝરા છે, જેમાં તે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. વિક્કી શશાંક ખેતાનની ફિલ્મ ગોવિંદા નામ મેરામાં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina