ગાયિકા પલકના હાથમાં લાગી મિથુનના નામની મહેંદી, આશીર્વાદ આપવા માટે પહોંચ્યા જેકી શ્રોફ, તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ

ખુશખબરી: ક્યૂટ અને ફેમસ સિંગર મિથુનની બનશે દુલ્હન, જુઓ પ્રિ વેડિંગ સેરેમનીના ફોટોસ

દેશભરમાં હવે લગ્નનો માહોલ શરૂ થઇ ગયો છે, ત્યારે સામાન્ય માણસોની સાથે સાથે સેલેબ્સ પણ હવે લગ્નના બંધનમાં બંધાવવાના છે. ત્યારે હવે લગ્નને લઈને ઘણી બધી ખબરો પણ સામે આવવા લાગશે. એવામાં હવે શરૂઆત ખ્યાતનામ ગાયિકા પલક મુચ્છલથી શરૂ થઇ છે. પલક હવે લગ્નના બંધનમાં બંધાવવાની છે અને તેના મહેંદી પ્રસંગની પણ ઘણી તસવીરો સામે આવી છે, જેમાં અભિનેતા જેકી શ્રોફ પણ નજર આવી રહ્યો છે.

પલક ગાયક મિથુન સાથે લગ્નના બંધનમાં બંધાશે. બંને જ ઇન્ડસ્ટ્રીના ખુબ જ ખ્યાતનામ ગાયક છે. તેમને “આશિકી-2” ફિલ્મમાં પોતાના હિટ ગીતો દ્વારા ચાહકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. ત્યારે હવે આ કપલ 6 નવેમ્બર એટલે કે રવિવારના રોજ લગ્નના બંધનમાં બંધાવવાના છે. ત્યારે હવે પલકની મહેંદી તસવીરો સામે આવી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

સિંગરનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયું છે. શુક્રવારે તેની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન પલકનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. પલકે મહેંદી પર ટીલ ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો. આ દેખાવને વધુ સુંદર બનાવવા માટે, તેણે નેકલેસ અને માંગ ટીકો પહેર્યો હતો. સિંગરની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પલકના લગ્નની વિધિમાં અભિનેતા જેકી શ્રોફે પણ હાજરી આપી હતી. આ દરમિયાન જગ્ગુ દાદાએ હાથ પર મહેંદી પણ લગાવી હતી. તેણે પલક સાથે ઘણી તસવીરો પણ ક્લિક કરાવી હતી. આ દરમિયાન જેકી સફેદ કુર્તા પાયજામા અને પિંક કલરના જેકેટમાં જોવા મળ્યા હતા. પલક અને મિથુન લગ્ન કરી રહ્યા છે, તેઓ છેલ્લા 9 વર્ષથી એકબીજાને ઓળખે છે. કહેવાય છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ પણ કરી રહ્યા હતા. જોકે, તેમણે ક્યારેય જાહેરમાં પોતાના સંબંધો વિશે ખુલીને કંઈ કહ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel