આ ભાઈએ સારી એવી નોકરી છોડીને ત્રણ માળના ઘરને બનાવ્યું ખેતર, ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી, જુઓ કેવી રીતે કરે છે કામ
આજે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે દરેક ક્ષેત્રમાં આજે આગળ વધવાની હોળ જામી છે, આજે જરૂરિયાતો પણ એટલી વધી ગઈ છે કે તેને પૂર્ણ કરવા માટે માણસે સતત દોડતું ભાગવું રહેવું પડે છે. ત્યારે કોરોનાના સમયમાં ઘણા બધા લોકોના નોકરી રોજગાર પણ છીનવાઈ ગયા, તો ઘણા લોકોએ પોતાની આગવી કોઠાસૂઝ દ્વારા નવા વ્યવસાય પણ શરૂ કર્યા અને આજે તે લાખો કરોડોમાં કમાણી પણ કરી રહ્યા છે. તો લોકો આજના સમયમાં ઓર્ગેનિક વસ્તુઓ ખાવા માટે પણ પહેલ કરતા જોવા મળે છે.
ત્યારે લોકોની આ જરૂરિયાતને લઈને ઘણા એવા પણ લોકો છે જેમને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી અને મહિને લાખોની કમાણી કરી છે. એવા જ એક વ્યક્તિ છે રામવીર જેમને ખેતરમાં નહિ પરંતુ પોતાના ઘરમાં જ ઓર્ગેનિક ખેતી કરી અને વર્ષે 70 લાખ રૂપિયા જેટલી કમાણી કરી છે. જેના કારણે તે હવે ખુબ જ ચર્ચામાં પણ આવી ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રામવીરની વિમ્પા ઓર્ગેનિક અને હાઇડ્રોપોનિક્સ નામની કંપની છે. તેણે પોતાના ઘરને લગભગ ખેતરમાં ફેરવી દીધું. રામવીર ખેડૂત પરિવારમાંથી આવે છે. તેણે પહેલા મીડિયામાં કામ કર્યું અને પછી ગામમાં ફરીને ખેતી કરવાનું શરૂ કર્યું. પહેલા ઓર્ગેનિક ખેતીમાં હાથ અજમાવ્યો અને સફળ રહ્યો, પછી હાઈડ્રોપોનિક પદ્ધતિથી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.
હાલમાં જ ગ્રીન બેલ્ટ એન્ડ રોડ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ એરિક સોલહેમે પણ રામવીર વિશે ટ્વિટ કર્યું હતું. તેણે પોતાના ત્રણ માળના મકાનને સંપૂર્ણપણે હાઇડ્રોપોનિક સિસ્ટમમાં ફેરવી દીધું છે. 10 હજારથી વધુ છોડ તેમાં રોકાયેલા છે. એટલું જ નહીં, તેઓ દેશના વિવિધ રાજ્યોમાં અન્ય લોકોના ઘરોમાં પણ હાઇડ્રોપોનિક સિસ્ટમના મોડલ વિકસાવી રહ્યા છે. જેના કારણે તેમના બિઝનેસને વાર્ષિક 70 થી 80 લાખ રૂપિયા મળી રહ્યા છે.
રામવીર કહે છે કે લોકો કેમિકલનો શિકાર બની રહ્યા છે. જો આપણે આપણી જાતને અને આપણા લોકોને બચાવવા માંગતા હોય તો આપણે જાતે ખેતી કરવી પડશે અને તે પણ ઓર્ગેનિક રીતે કરવી પડશે. રામવીરે સમયાંતરે ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવાનું ચાલુ રાખ્યું અને એક સફળ ઓર્ગેનિક ખેડૂત તરીકેની ઓળખ બની.