આ અભિનેત્રીના કાર્યક્રમમાં ભીડ થઇ બેકાબૂ, ઠુમકા લગાવી રહેલી અભિનેત્રી પર વરસ્યા પથ્થર તો નારાજ થઇ છોડ્યો શો- જુઓ વીડિયો

ઠુમકા લગાવતી હતી અને અચાનક જ લોકોએ કરી દીધો પથ્થરમારો, જીવ બચાવીને ભાગવું પડ્યું, જુઓ

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ટોપ ભોજપુરી એક્ટ્રેસમાં સામેલ છે. તેના લાખો લોકો ચાહનારા છે. પરંતુ તેના શોમાં એવું થઇ ગયુ કે તેને પ્રોગ્રામને વચ્ચે છોડીને જ જવું પડ્યુ. હાલમાં ભોજપુરી સ્ટાર અને સિંગર ખેસારી લાલ યાદવના કાર્યક્રમમાં ખૂબ બવાલ મચ્યો, હંગામો એટલો વધી ગયો કે 2 હજારથી વધારે તો ખુરશીઓ તોડી દેવામાં આવી અને ભાગદોડ મચી ગઇ જેને કારણે કેટલાક ઘાયલ પણ થઇ ગયા. આ હંગામો ભોજપુરી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી અક્ષરા સિંહના પરફોર્મન્સ દરમિયાન થયો હતો.

જોનપુરના બદલાપુરમાં ચાલી રહેલ બે દિવસીય બદલાપુર મહોત્સવમાં અક્ષરા સિંહના ગીત દરમિયાન ઇંટ પથ્થર વરસાવવામાં આવ્યા. મામલો એટલો વધી ગયો કે અભિનેત્રી અને સિંગર અક્ષરા સિંહને કાર્યક્રમ વચ્ચે જ છોડીને જવું પડ્યુ. ખબર એ પણ છે કે હાલાતને કાબૂમાં કરવા માટે પોલિસને બળનો પ્રયોગ કરવો પડ્યો હતો. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જોનપુરમાં મંગળવારે બે દિવસીય મહોત્સ્વની શરૂઆત થઇ. આ કાર્યક્રમમાં બુધવારે રાત્રે અક્ષરા સિંહ પહોંચી. તેનું પરફોર્મન્સ લગભગ 9.45 વાગ્યે શરૂ થયુ.

તે મશહૂર ગીત જાન મારે લહેંગા ઇ લખનઉઆ ગાઇ રહી હતી. આ દરમિયાન ભીડ એટલી ઉમટી પડી કે કાબુ કરવું પ્રશાસન માટે મુશ્કેલ બની ગયુ હતુ. અક્ષરા સિંહના પરફોર્મન્સ વચ્ચે ભીડ બેકાબૂ થઇ ગઇ હતી. પ્રોગ્રામ ઓર્ગનાઇઝરે શો કેન્સલ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે અક્ષરા સિંહ બદલાપુર મહોત્સવમાં પરફોર્મ કરી રહી હતી તે સમયે હંગામો થયો હતો. જે બાદ અક્ષરા સિંહે પ્રોગ્રામ છોડવો સારો સમજ્યો હતો. એક તરફ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બીજી તરફ કેટલાક બદમાશોએ ઈંટો અને પથ્થરોનો વરસાદ શરૂ કર્યો હતો.

આ ઘટનાથી અક્ષરા સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે કાર્યક્રમની વચ્ચે જ પરફોર્મન્સ છોડી દીધું હતું. અક્ષરા સિંહે કાર્યક્રમમાં હાજર લોકોને વિનંતી કરી હતી અને તેમને સમજાવવાની કોશિશ પણ કરી હતી કે તેઓ આ રીતે હોબાળો ન કરે અને પથ્થરમારો ન કરે. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ દુર્વ્યવહાર પણ શરૂ કર્યો હતો. આવી સ્થિતિમાં અક્ષરા સિંહે સ્ટેજ છોડવો પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમમાં ઘણી ખુરશીઓ પણ તૂટી ગઈ હતી અને પથ્થરમારાને કારણે કેટલાક લોકોને ઈજા થઈ હતી.

Shah Jina