‘માં’ બનવું દરેક મહિલા માટે એક અનોખો અને સૌથી સુંદર અનુભવ હોય છે. દુનિયાના તમામ સુખ માં બનવાના આ સુખની સામે ફિક્કા હોય છે.પણ અમુક યુગલો એવા હોય છે કે તેઓ માં-બાપ બનવાથી વંચિત રહી જાતા હોય છે, લાખ કોશિશ અને ડોકટરી સારવાર લેવા છતાં પણ કમનસીબે અમુક મહિલાઓ માં બની શક્તિ નથી.

એવામાં આપણા દેશમાં ઘણા એવા ચમત્કારી મંદિરો આવેલા છે જ્યા અવાર નવાર ચમત્કાર થાતા જોવા મળે છે. આવા મંદિરોમાં લોકો દેવી દેવતાઓના દર્શનની સાથે સાથે પોતાની મનોકામના પણ પૂર્ણ કરવા માટે આવે છે એમાનું જ એક તમિલનાડુના વિલ્લુપુરમમાં સ્થિત ઈંદુમ્બન મંદિર છે. આ મંદિર વિશે જોડાયેલી માન્યતા અનુસાર આ મંદિરના દર્શનથી વાંજીયા મહિલાઓને આ કલંકથી મુક્તિ મળી જાય છે એને તેઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ મંદિરમાં મોટાભાગે લોકો સંતાન સુખ મેળવવા માટે કે પછી પોતાના બાળકના સ્વાસ્થ્યને ઠીક કરવા માટે દર્શને આવે છે.

ઈંદુમ્બન મંદિર નિઃસંતાન મહિલાઓને સંતાન સુખ આપવા માટે પ્રખ્યાત છે.આ મંદિરમાં માતા દુર્ગાની સુંદર મૂર્તિ છે જેની રોજ પૂજા કરવામાં આવે છે. અહીં આવનારી મહિલાઓએ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે માતા દુર્ગાનો આશીર્વાદ લઈને એક વિશેષ પ્રસાદ ગ્રહણ કરવાનો રહે છે. માન્યતા અનુસાર પ્રસાદ ગ્રહણ કરતા જ માતા મહિલાઓને સંતાન સુખનો આશીર્વાદ આપે છે અને અમુક જ મહિનાઓમાં મહિલાને ગર્ભાવસ્થા પ્રાપ્ત થાય છે અને સંતાન સુખ મળે છે.

મંદિરના પુજારીઓના અનુસાર અહીં આવનારા દરેક લોકોની મનોકામના દેવી માં ચોક્કસ સાંભળે છે, મંદિરમાં આવનારા દરેક ભક્તો પોતાની સાથે ફળ લઈને આવે છે અને ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે અને પછી આ જ ફળને પ્રસાદ સ્વરૂપે તેઓ ગ્રહણ કરે છે, જેનાથી લોકોના જીવનના તમામ દુઃખ દૂર થઇ જાય છે અને ઘણીવાર એવા ચમત્કારો પણ બન્યા છે કે 10 વર્ષોથી છુટા પડી ગયેલા લોકો પણ ઘરે પાછા આવી જાય છે અને ખોટા રસ્તા પર ભટકી ગયેલા લોકો પણ સાચા માર્ગ તરફ વળી જાય છે.

કહેવાય છે કે આ ફળને ખાવાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિ થાય છે.જણાવી દઈએ કે આ ફળ ‘લીંબુ’ હોય છે.આ લીંબુ માં માં દુર્ગાનો આશીર્વાદ રહે છે.લીબુંનો પ્રસાદ એટલા માટે કે કેમ કે લીંબુ ઘણા દિવસો સુધી ખરાબ નથી થાતુ.સૌથી ખાસ વાત એ છે કે મંદિરમાં આ લીંબુ માટે બોલી લાગે છે. ઘણીવાર આ લીંબુ 60,000 રૂપિયા સુધી ભક્તો દ્વારા ખરીદવામાં આવે છે.મોટાભાગે લીંબુ તે લોકો જ ખરીદે છે જેઓને સંતાન પ્રાપ્ત ન થઇ રહ્યું હોય, અને આ લીંબુ ઘણા દિવસો સુધી સારું અને લીલું જ રહે છે અને બગડતું નથી.

એવી જ એક નાગપુરની રહેનારી મહિલા હતી જેને આગળના 8 વર્ષોથી સંતાન પ્રાપ્ત થઇ રહ્યું ન હતું. એવામાં આ મંદિરના ચમત્કાર વિશે સાંભળતા જ તમેણે અહીં આવીને માતાનો આશીર્વાદ મેળવ્યો અને લીબુનો પ્રસાદ ગ્રહણ કર્યો.10 મહિના પછી જ તેને પોતાનો ખોળાનો ખૂંદનાર પ્રાપ્ત થયો.

આ મંદિરે એક મેળો પણ લગાવવામાં આવે છે જેમાં 9 દિવસો સુધી લીંબુની પૂજા કરીને તેમે ચમત્કારી બનાવવામાં આવે છે અને મેળાના 11 દિવસો સુધી તેની બોલી લગાવવામાં આવે છે.જેણે પણ આ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો છે તેની મનોકામના માતાએ ચોક્કસ પૂર્ણ કરી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks