જરૂરી નથી કે એક સ્ત્રીનું જીવન તેના પતિની આસપાસ જ ફરતું રહે. કોણ કહે છે કે પતિ વિના એક સ્ત્રીનું અસ્તિત્વ નથી હોતું. સ્ત્રીઓને પણ હક છે પોતાના સપનાઓ પુરા કરવાનો અને સમાજમાં કંઈક કરી બતાવવાનો. સ્ત્રીઓ આજે એક મુકામ સુધી પહોંચીને પુરુષ સાથે ખભેથી ખભો મિલાવીને આ દેશનું તંત્ર ચલાવવામાં મદદ કરે છે. આ સમાજમાં પણ હવે સ્ત્રીઓનું એક નિશ્ચિત સ્થાન બની ચૂક્યું છે પણ એવા લોકોનું શું કરવું કે જે આજે પણ એક સ્ત્રીને પગની ધૂળ સમજે છે. ત્યારે આજે એક સ્ત્રી વિશે વાત કરીએ કે જેના પતિએ તેને છોડી દીધી તો આ સ્ત્રી એક IAS અધિકારી બની ગઈ અને હાલ રક્ષા મંત્રાલયમાં એક એડમિનિસ્ટ્રેટિવ અધિકારી તરીકે કામ કરે છે.
વાત છે કોમલ ગણાત્રાની, કે જેમને પોતાના દમ પર યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને દુનિયાને બતાવી દીધું કે સ્ત્રીને પણ હક હોય છે પોતાના સપના પુરા કરવાનો. વર્ષ 2012માં યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર ગુજરાતની એક માત્ર મહિલા કોમલ ગણાત્રાની કહાની આપણા રોજિંદા જીવન સાથે જ જોડાયેલી છે. કોમલ માટે આ પરીક્ષા પાસ કરવું સરળ ન હતું પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ તે IAS બની છે.

લગ્ન પછી, એક છોકરી જેવા સપના જુએ છે, એવા જ સપના કોમલે પણ પોતાના જીવન માટે જોયા હતા. પણ જરૂરી તો નથી કે દરેક સપનું પૂરું થાય, એવું જ કઈંક કોમલ સાથે થયું. 26 વર્ષની ઉંમરે કોમલ ગણાત્રાના લગ્ન થયા હતા. પણ તેનો પતિ લગ્નના 2 અઠવાડિયા બાદ તેને છોડીને ન્યુઝીલેન્ડ ચાલ્યો ગયો અને ક્યારેય પાછો ન આવ્યો.
નવી પરિણીત દુલ્હન બનેલી કોમલનો પતિ તેને ન્યુઝિલેન્ડ માટે છોડીને જતો રહ્યો હતો. જે પછી તે ક્યારેય પાછો ન ફર્યો. જણાવી દઈએ કે, તેના લગ્ન એક એનઆરઆઈ સાથે થયા હતા. પતિના છોઇને ચાલ્યા જવા પર જે રીતે એક વ્યક્તિ તૂટી પડે છે, એ જ રીતે કોમલ પણ પડી ભાંગી. પરંતુ તેને હિંમત હારી ન હતી. તેણે યુપીએસસી માટેની તૈયારી શરૂ કરી દીધી હતી.

કોમલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘આપણે વિચારીએ છીએ કે લગ્ન આપણને પરિપૂર્ણ બનાવે છે’. હું પણ આવું જ વિચારતી હતી જ્યાં સુધી મારા લગ્ન ન થયા ન હતા. પતિના છોડીને ગયા બાદ મને સમજાયું કે જીવનમાં એક છોકરી લગ્ન બધું જ નથી. લગ્ન કરતા પણ આગળ ઘણું હોય છે જીવનમાં. એક સ્ત્રીની ઓળખ માત્ર તેનો પતિ જ નથી હોતો, પણ તે પોતાની ઓળખ જાતે બનાવે છે.’
આગળ જણાવતા કોમલે કહ્યું, ‘જયારે મારા એક્સ-પતિ ન્યુઝીલેન્ડ ગયા તો ત્યાંથી તેમને કોઈ કોલ ન આવ્યો. જયારે મને ખબર પડી કે તેઓ જતા રહયા છે, તો મેં વિચાર્યું કે હું તેમની પાછળ ન્યુઝીલેન્ડ જઈશ અને એમને પાછા લઇ આવીશ. કારણ કે એ સમયે મારી દુનિયા રોકાઈ ગઈ હતી. મારા જીવનમાં એ એટલો મોટો ઝટકો હતો કે જે સમજાવી ન શકાય.’

થોડા સમય પછી મને અહેસાસ થયો કે કોઈ પણ વ્યક્તિને જબરદસ્તીથી પોતાના જીવનમાં ન લાવી શકાય. સાથે જ કોઈ વ્યક્તિની પાછળ ભાગવું, એ જીવનનો હેતુ ન હોઈ શકે. એ પછી માટે મારા જીવનનો લક્ષ્યાંક સ્પષ્ટ દેખાવા લાગ્યો. કોમલે યુપીએસસીની તૈયારી કરવા વિશે વિચાર્યું. એ સમજી ચુકી હતી કે એક યુવતી માટે કારકિર્દી સૌથી વધુ જરૂરી છે.
કોમલે ખૂબ જ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરી અને તે પરીક્ષામાં સફળ રહી. હાલમાં તે રક્ષા મંત્રાલયમાં એડમિનિસ્ટ્રેટિવ અધિકારી તરીકે કામ કરી રહી છે. કોમલનું ભણતર ગુજરાતી મીડિયમથી થયું. જે વર્ષે તેને યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને વર્ષે જ એ ગુજરાતી સાહિત્યની ટોપર હતી. તેમને જણાવ્યું કે શરૂઆતથી જ મારા પિતાએ અમને જીવનમાં આગળ વધવાનું શીખવ્યું છે. જયારે હું નાની હતી ત્યારથી જ પિતા કહેતા કે તું મોટી થઈને આઈએએસ બનજે, પણ એ સમયે હું નાસમજ હતી. યુપીએસસી વિશે વધુ જાણકારી ન હતી.

કોમલે જણાવ્યું કે મારા પિતાએ હંમેશા મને હિંમત આપી છે. તેમને મને સમજાવ્યું કે તું શ્રેષ્ઠ છે. ઓપન યુનિવર્સીટીથી ગ્રેજ્યુએશન કર્યું, જે પછી તેને ત્રણ ભાષામાં અલગ-અલગ યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. લગ્ન પહેલા કોમલે 1000 રૂપિયાના પગારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ શૂળમાં ભણાવવા જતી હતી. તેને ગુજરાત લોક સેવા આયોગ (GPSC)ની મેઇન્સ પણ ક્લિયર કરી લીધી હતી. એવામાં તેના લગ્ન એક એનઆરઆઈ સાથે થયા. એ સમયે તેના પતિ ઇચ્છતા ન હતા કે એ GPSC નો ઇન્ટરવ્યૂ આપું. કારણ કે એમને ન્યુઝીલેન્ડ રહેવાનું હતું. મેં એ સમયે પરિસ્થિતિ સાથે સમજૂતી કરી અને પતિની વાત માની લીધી.
કોમલનું મન હતું ઇન્ટરવ્યૂ આપવાનું, પણ તેને આપ્યું નહીં. કારણ કે તે પોતાના પતિને પ્રેમ કરતી હતી અને તેને પતિની વાત માની લીધી. કોમલે જણાવ્યું કે ‘હું આ વાત જાણતી ન હતી કે જેને હું પ્રેમ કર્યું છું એ મને છોડીને ચાલ્યો જશે, એ પણ લગ્નના બે જ અઠવાડિયા બાદ.’ ઘણા લોકોએ આ પછી કોમલને પોતાના પતિ સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કરવાની સલાહ આપી. પણ ત્યારે કોમલે નિશ્ચય કર્યો હતો કે તેને પોતાની કારકિર્દી બનાવવી છે. તેને યુપીએસસીની તૈયારી કરવાનું મન બનાવી લીધું હતું.

આ દરમ્યાન કોમલને 5000 રૂપિયા પગારવાળી ટીચરની નોકરી મળી ગઈ. કોમલ પોતાના માતાપિતાથી દૂર અને સાસરીવાળાથી દૂર એક એવા ગામમાં જઇને રહેવા લાગી હતી કે જ્યાં કોઈ પણ મેગેઝીન ન આવતું હતું, કોઈ અંગ્રેજી છાપું ન આવતું હતું કે ન તો ઇન્ટરનેટ હતું એ ગામમાં. પરંતુ તેને યુપીએસસીની પરીક્ષાની તૈયારી ચાલુ જ રાખી.
યુપીએસસીની પરીક્ષાની તૈયારી દરમ્યાન કોમલે એક પણ રજા ન લીધી. મેઇન્સની પરીક્ષા આપવા માટે કોમલ મુંબઈ જતી, પણ આખી રાતની ટ્રેનની મુસાફરી કરીને તે પરીક્ષા આપતી અને રવિવારે સાંજે પછી ગામ આવી જતી. પછી સોમવારે શાળાએ જતી. દિલ્હી ઇન્ટરવ્યૂ આપવા વખતે પણ તેને આવું જ કર્યું હતું. તેને એક પણ દિવસની રજા ન લીધી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને એક IAS અધિકારી બની ગઈ.

જણાવી દઈએ કે કોમલ ગણાત્રાએ પતિ સાથે છૂટાછેડા લીધા અને આઈએસ બન્યા પછી તેને એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાથે લગ્ન કરીને સંસાર શરુ કર્યો. તે હવે એક દીકરીની માતા પણ છે. આજે કોમલ કેટલીય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.