સોશિયલ મીડિયા પર ક્યારે, કોની તસ્વીર કે કોનું ટેલેન્ટ વાયરલ થઇ જાય, કઈ કહી ન શકાય. એવી જ એક સુંદર તસ્વીર હાલના સમયમાં વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં રાજસ્થાની પહરવેશમાં એક મહિલા નવજાત બાળકને પોતાના ખોળામાંલઈને બેઠેલી છે.

તસ્વીરની સાથે કેપ્શન પણ લખ્યું કે,આઈએએસ મોનિકા યાદવ ગામ લિસાડિયા શ્રીમાધોપુરની લાડલી, સાદગી ભરેલી તસ્વીર પહેલી વાર કોઈ આઈએએસ ની. જાય હિન્દ જાય ભારત’. સોશિયલ મીડિયા પર આ તસ્વીર ખુબ શેર કરવામાં આવી રહી છે.

યુઝર્સ બાળકીના જન્મ પર શુભકામનાઓ પણ આપી રહ્યા છે. આવો તો જણાવીએ કોણ છે આ આઈએએસ મોનિકા યાદવ.

આ તસ્વીર રાજસ્થાનના સીકર જિલ્લાના શ્રીમાધોપૂરના ગામ લિસાડીયાની મોનિકા યાદવની છે. આ તસ્વીર અમુક સમય પહેલાની છે જયારે તેની દીકરીનો જન્મ થયો હતો. ગ્રામીણ સમાજમાં મોટી થયેલી મોનિકા ઓફિસર બન્યા પછી પણ પોતાની પરંપરાઓ સાથે ખાસ લગાવ રાખે છે.

મોનિકાના પિતા હરફુલ સિંહ યાદવે જણાવ્યું કે મોનિકાના લગ્ન નારનૌલના સુશીલ યાદવ સાથે થયા છે, તે પણ એક આઈએએસ છે. સુશીલ હાલમાં રાજસમંદમાં એસડીએમના પદ પર કાર્યરત છે. માર્ચ 2020 માં મોનિકાએ દીકરીને જન્મ આપ્યો હતો.

મોનિકાએ પોતાના પિતાના પગલે ચાલી અને તેનાથી પણ એક કદમ આગળ નીકળી ગઈ. મોનિકાના પિતા હરફુલ સિંહ યાદવ સિનિયર આઇએએસ છે. હાલમાં તે રાજસ્થાનમાં વિશ્વવિદ્યાલયમાં રજીસ્ટ્રારના પદ પર કાર્યરત છે. મોનિકા હાલ આઈએએસનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહી છે, અને માત્રુત્વને નિભાવી રહી છે.

મોનિકાએ યુપીએસસી વર્ષ 2017 માં 403 મુ રેન્ક મેળવ્યું હતું. તેની ભારતીય રેલ યાતાયાત સેવામાં પસંદગી થઇ હતી. મોનિક ગામની પરંપરાઓ અને રીતિ-રિવાજમાં પણ ભાગ લે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.