પહેલા પ્રયાસમાં જ UPSC ક્રેક કરી લીધી આ દીકરીએ, કોઈ મોડલથી જરા પણ કમ નથી તેનો લુક, ઇન્ટરવ્યુનું ખોલ્યું એક મોટું રહસ્ય, જાણો સફળતાની કહાની

UPSCમાં સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરી નાખ્યા આ દીકરીએ, પહેલા પ્રયાસમાં જ પાસ કરીને બની ગઈ IAS ઓફિસર, સુંદરતા એવી છે કે બોલીવુડની અભિનેત્રીઓ પણ ખાઈ જાય મ્હાત, જુઓ તસવીરો

UPSCની પરીક્ષા પાસ કરવાનું સપનું દેશમાં લાખો યુવાનો જોતા હોય છે, પરંતુ તેમાંથી ઘણા ઓછા એવા હોય છે જેમનું આ સપનું પૂર્ણ થતું હોય છે. આ પરીક્ષા પાસ કરવા માટે યુવાનો તનતોડ મહેનત કરે છે. ત્યારે આ પરીક્ષામાં સફળ થયેલા ઘણા ઉમેદવારોની સફળતાની કહાની પણ લોકો માટે પ્રેરણારૂપ બને છે.

આજે અમે તમને એવી જ એક સુંદર મહિલા IAS વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સ્વેગ સુંદરતાના મામલામાં કોઈ મોડલથી ઓછો નથી. આ મહિલા ઓફિસર સુંદરતાના મામલે બોલિવૂડની સૌથી મોટી સુંદરીઓને પણ માત આપે છે. IAS કૃતિ રાજ ઉત્તર પ્રદેશના ઐતિહાસિક શહેર ઝાંસીથી છે.

કૃતિએ ઝાંસીની સેન્ટ ફ્રાન્સિસ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ શરૂ કર્યો. તે પછી તેણે જય એકેડમી (ઝાંસી)માંથી 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી. કૃતિ રાજે BIET ઝાંસીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech ડિગ્રી પૂર્ણ કરી છે. બીટેક પૂર્ણ કર્યા પછી, કૃતિ તે ક્ષેત્રમાં નોકરી કરવા માંગતી ન હતી. તે પાયાના સ્તરે કંઈક કરવા માંગતી હતી અને તેથી જ તેણે કલ્પવૃક્ષ વેલ્ફેર ફાઉન્ડેશન નામની એનજીઓ શરૂ કરી.

આ એનજીઓમાં મહિલાઓ અને બાળકોના કલ્યાણને લગતા કાર્યો કરવામાં આવે છે. તે જ સમયે, તેણે સિવિલ સર્વિસમાં જવાની યોજના બનાવી કારણ કે તે તેના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં વધુ સારી રીતે મદદ કરી શકે. IAS કૃતિ રાજે વર્ષ 2020માં UPSCની પરીક્ષા આપી હતી. આ દરમિયાન કોવિડ 19ને કારણે ઘણી જગ્યાએ કર્ફ્યુ જેવી સ્થિતિ હતી.

તેણે સ્વયં અભ્યાસ દ્વારા UPSC પરીક્ષાની તૈયારી કરી હતી. યુપીએસસી મેઈન્સની છેલ્લી પરીક્ષા દરમિયાન ભોપાલમાં કર્ફ્યુ હતો. આવી સ્થિતિમાં હોટેલ સ્ટાફ કોઈક રીતે કૃતિ રાજને પરીક્ષા કેન્દ્ર પર લઈ ગયો. પરીક્ષા શરૂ થવાના 10 મિનિટ પહેલા જ તે સેન્ટર પર પહોંચી શકી હતી.

કૃતિ રાજ સાથે UPSC ઇન્ટરવ્યુ દરમિયાન એક રમુજી ઘટના બની. જ્યારે તે ઈન્ટરવ્યુ હોલમાં પહોંચી ત્યારે બોર્ડ મેમ્બરે તેને પૂછ્યું કે તેણે લંચ લીધું છે કે નહીં. આના પર તેણીએ જવાબ આપ્યો કે તે સવારે નાસ્તો કરીને આવી હતી. તેમનો જવાબ સાંભળીને બોર્ડના તમામ સભ્યો હસવા લાગ્યા અને વાતાવરણ ખૂબ જ મૈત્રીપૂર્ણ બની ગયું. તેમનો ઈન્ટરવ્યુ લગભગ 25 મિનિટ સુધી ચાલ્યો અને આમાં તેમને તેમની એનજીઓ અને ક્લાઈમેટ ચેન્જ વગેરે વિશે પૂછવામાં આવ્યું.

IAS કૃતિ રાજે UPSC 2020ની પરીક્ષામાં 106મો રેન્ક મેળવ્યો છે. તેણે જુલાઈ 2019થી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. પ્રથમ 8-10 મહિના સુધી, તેણે દિવસમાં 8-10 કલાક અભ્યાસ કર્યો. કોરોના વાયરસની શરૂઆત પછી, તેણે પોતાની રણનીતિ બદલી અને વર્તમાન બાબતો પર ધ્યાન વધાર્યું. UPSC ઇન્ટરવ્યુ દરમિયાન, તમારા ક્ષેત્રને લગતી દરેક નાની-મોટી બાબતોથી વાકેફ રહેવું જરૂરી છે.

Niraj Patel