શિલ્પા શેટ્ટીનું શ્રેષ્ઠ માતા તરીકેનું રૂપ આવ્યું સામે, પોતાના બાળકોને શીખવ્યું ભાઈબીજનો તહેવાર ઉજવતા, વીડિયો જોઈને ચાહકો પણ ખુશ ખુશાલ થઇ ગયા, જુઓ

પોતાના બાળકો વિયાન અને સમિષાને ભાઈબીજ કરતા શીખવી રહી હતી મમ્મી શિલ્પા શેટ્ટી, પરંતુ આ કારણે લોકોએ કરી નાખી ટ્રોલ, જુઓ વીડિયો

દિવાળી એટલે તહેવારોનો સમય અને આ દરમિયાન ભાઈ બહેનના પવિત્ર સંબંધનો પણ એક ખાસ તહેવાર આવે છે ભાઈબીજી. જેમાં ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે અને બહેન ભાઈની પૂજા કરે છે, જેના બાદ ભાઈ તેની બહેનને ભેટ પણ આપતા હોય છે. ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ આ તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવતા હોય છે.

હવે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર તેના બે બાળકો વિયાન રાજ કુન્દ્રા અને સમિષાના ભાઈબીજ સેલિબ્રેશનની એક ઝલક શેર કરી છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના બે બાળકો સાથે ભાઈબીજની વિધિ કરતી જોવા મળે છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે શિલ્પા તેની પુત્રીને પહેલા ચાંદલો કરાવી રહી છે, પછી તેને તેના માથા પર ચોખા મૂકીને લાડુ ખવડાવવાનું કહે છે.

શિલ્પા કહે છે તેમ, તેની લાડલી સમીષા બરાબર તે જ કરે છે. આ દરમિયાન શિલ્પા પ્રિન્ટેડ સૂટમાં જોવા મળે છે, જ્યારે તેના બાળકો પેસ્ટલ કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે. આ વીડિયોની સાથે શિલ્પાએ ભાઈબીજની શુભેચ્છા પણ પાઠવી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, “ભાઈ-બહેન કી યારી, હોતી સબસે પ્યારી. હેપ્પી ભાઈ દૂજ.”

હવે શિલ્પાના આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ્સ પણ આવી રહી છે. બાળકોને આપણી સંસ્કૃતિ શીખવવા બદલ લોકો શિલ્પાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો અંગ્રેજીમાં વાત કરવા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો આ અવસર પર જૂતા પહેરવા માટે શિલ્પાને પણ ટ્રોલ કરી રહ્યા છે.

અગાઉ, શિલ્પા શેટ્ટીએ તેના બંને બાળકો સાથે દિવાળીની સુંદર તસવીર શેર કરી હતી, જેમાં ત્રણેય પરંપરાગત ગુલાબી રંગમાં જોવા મળ્યા હતા. ગુલાબી કુર્તા-પ્લાઝો સેટમાં શિલ્પા સુંદર દેખાતી હતી, તો તેના બાળકો પણ સુંદર લાગતા હતા. શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ ‘સુખી’માં જોવા મળશે. આ સિવાય તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું પણ શૂટિંગ કરી રહી છે.

Niraj Patel