જંગલના રસ્તાઓ પર જાતે જ જીપ ચલાવીને સફારી કરવા માટે નીકળ્યો RRR ફેમ રામ ચરણ, વીડિયોમાં જુઓ તેનો અનોખો અંદાજ
બૉલીવુડની જેમ સાઉથનો પણ એક મોટો ચાહકવર્ગ છે, અને આજે તો બૉલીવુડની ફિલ્મો કરતા પણ સાઉથની ફિલ્મો ખુબ જ જોવામાં આવે છે. બોક્સ ઓફિસ પર પણ તેની ધૂમ કમાણી થતી હોય છે. સાઉથ અભિનેતા રામ ચરણ પણ દર્શકોમાં ખુબ જ પોપ્યુલર છે, તેનું પણ ફેન ફોલોઇંગ ખુબ જ વિશાળ છે. તેના સોશિયલ મીડિયામાં પણ ચાહકો તેની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
ત્યારે રામ ચરણ તેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આફ્રિકાના ગાઢ જંગલોમાં ફરતો જોવા મળી રહ્યો છે. તેલુગુ સુપરસ્ટાર રામ ચરણે તેનો જીપ ચલાવતો વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, “અનટેમ્ડ આફ્રિકા.” ક્લિપમાં, આચાર્ય અભિનેતા રામ ચરણ આફ્રિકાની જંગલી ઝાડીઓ વચ્ચે જીપ પર સવારી કરતા જોવા મળે છે.
જંગલમાં એક જગ્યાએ પહોંચીને તે ડબલ ઈંડાની આમલેટ બનાવતો જોવા મળે છે. બ્લેક જમ્પર્સ સાથે રોયલ બ્લુ પફર જેકેટ પહેરેલા રામ ચરણ તેજા વીડિયોમાં સિંહણની તસવીરો ક્લિક કરતા જોઈ શકાય છે. આ વિડિયો દ્વારા તેમણે અમને આફ્રિકાની વન્યજીવ જીવનશૈલી બતાવી. વિડિયો પોસ્ટ કર્યા બાદ તરત જ ચાહકોએ ઘણી કોમેન્ટ કરી.
View this post on Instagram
એક યુઝરે લખ્યું, “સિંહ બીજા સિંહને ક્લિક કરી રહ્યો છે.” બીજાએ લખ્યું, “વાળ સ્ટાઇલિશ લાગે છે.” વર્ક ફ્રન્ટ પર, રામ ચરણ તેજાની તાજેતરની RRR હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ હતી. એસએસ રાજામૌલીની આ ફિલ્મ 2022ની સૌથી મોટી બ્લોકબસ્ટરમાં હિટ રહી હતી.