પપ્પાના નિધન બાદ પણ આ ગાયકે ઇન્ડિયન આઇડલમાં ગાયું ગીત, પછી ચોધાર આંસુઓએ રડતા જ સર્જાયો ભાવુક કરી દેનારો માહોલ, જુઓ

ફેમસ સિંગરે દમદાર પર્ફોમન્સ આપતા જ નેહુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, યુઝર્સે કહ્યું, રડી રડીને નાટક કરી રહી છે. જુઓ

ટીવી પર આવતા રિયાલિટી શોએ ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું છે, ઘણા એવા લોકો છે જેમને આ શોએ એક મંચ આપ્યું છે અને દુનિયાભરના લોકો આવા રિયાલિટી શોને પસંદ પણ કરતા હોય છે. ત્યારે ઘણીવાર શોની અંદર જ એવી એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને ત્યાં હાજર જજ સાથે દર્શકો પણ ભાવુક બની જતા હોય છે. હાલ એવી જ એક ઘટના ઇન્ડિયન આઇડલના સેટ પરથી સામે આવી છે, જ્યાં એક સિંગરે પિતાના નિધન બાદ પણ ગીત ગાયું અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડતા જ માહોલ ભાવુક બન્યો હતો.

ઇન્ડિયન આઈડલ-13ના સેટ પર રવિવારના રોજ એક એપિસોડમાં જયારે પ્રતિસ્પર્ધી વિનીત સિંહ સ્ટેજ પર ગાવા માટે આવ્યો ત્યારે તે ખુબ જ ભાવુક નજર આવ્યો હતો. વિનીતે પોતાનું ગીત ગાયું અને જયારે ગીત ખતમ થઇ ગયુ ત્યારે તે જોર જોરથી રડવા લાગ્યો હતો અને ત્યાં હાજર બધા જ લોકો પણ આ ઘટનાને જોઈને ખુબ જ ભાવુક થઇ ગયા હતા.

જેની પાછળનું કારણ વિનીત સિંહના પિતાનું નિધન છે. પિતાનું નિધન થયું હોવા છતાં પણ તેણે પોતાના કામને સર્વોપરી માન્યુ અને પોતાનું દર્દ દિલમાં જ છુપાવીને તેણે રિયાલિટી શોમાં દમદાર પર્ફોમન્સ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે વિનીત સિંહ ઓડિશનથી જ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે. ઇન્ડિયન આઇડલમાં આવતા પહેલા વર્ષ 2005માં વિનીત સિંહ રિયાલિટી શો “સારેગામાપા”માં પણ નજર આવી ચુક્યો છે.

આ શોની અંદર વિનીત રનરઅપ બન્યો હતો અને તેના કારણે પણ તેને ખુબ જ મોટી લોકપ્રિયતા મળી હતી. આ શો બાદ તેના જીવનમાં પૈસા અને નામ બંને આવ્યા. પરંતુ વિનીત આ બધા બાદ પોતાના લક્ષ્યથી ભટકી ગયો અને બધું જ ખરાબ કરી નાખ્યું. જયારે વિનીતને આ બધાનો અફસોસ થયો ત્યારે તેને ઇન્ડિયન આઇડલમાં આવવાનું નક્કી કર્યું.

Niraj Patel