કિંજલ દવે એક સુંદર ગાયિકા જ નહિ એક જબરદસ્ત ચિત્રકાર પણ છે, જુઓ દિવાળીમાં ઘરમાં બનાવી માતાજીની એવી રંગોળી કે જોઈને નતમસ્તક થઇ જશો

કોકિલકંઠી કિંજલ દવેનો આ ટેલેન્ટ તમે ક્યારેય નહિ જોયો હોય, દિવાળીએ ઘરની બહાર પોતાના હાથે બનાવી માતાજીની અદ્ભૂત રંગોળી, જુઓ વીડિયો

ગુજરાતની અંદર જ નહિ પરંતુ દુનિયાભરમાં પોતાની ગાયિકીથી પોતાનું આગવું નામ બનાવી ચુકેલી ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આજે કોઈ ઓળખની જરૂર નથી. કિંજલ દવે આજે ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે અને વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓને ડોલાવતી હોય છે.

થોડા દિવસ પહેલા જ કિંજલ દવે અમેરિકામાં હતી અને ત્યાં પણ તેણે અમેરિકામાં વસતા ગુજરાતીઓને મન મૂકીને ઝુમાવ્યા હતા. આ ઉપરાંત કિંજલ દવેએ અમેરિકામાં ફરવાનો પણ જોરદાર આનંદ માણ્યો હતો. જેની ઘણી તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

કિંજલ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા જ પોતાની શાનદાર તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. જેને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. તેની તસવીરો અને વીડિયો પર ચાહકો ભરપૂર કોમેન્ટ કરીને તેની પ્રસંશા પણ કરતા જોવા મળે છે.

કિંજલ દવેને મોટાભાગના લોકો એક ગાયિકા તરીકે જ ઓળખે છે. પરંતુ કિંજલ મલ્ટી ટેલેન્ટેડ છે. ઘણીવાર તે તેના સોશિયલ મીડિયામાં કંઈકને કંઈક એવું પોસ્ટ કરતી રહે છે જેના કારણે તેનો ટેલેન્ટ ઉડીને આંખે વળગે છે. સ્ટેજ ઉપર કિંજલ ગાવાની સાથે સાથે ડાન્સ કરીને પણ ચાહકોનું દિલ જીતી લેતી હોય છે.

ત્યારે હાલમાં જ કિંજલનો વધુ એક ટેલેન્ટ પણ ચાહકોએ નિહાળ્યો. દિવાળીનો અવસર દરેકના જીવનમાં ખુશીઓ લઈને આવે છે.મોટાભાગના લોકો પોતાના ઘરની બહાર રંગોળી સજાવતા હોય છે અને ઘણા લોકો રંગોળી પણ એટલી આકર્ષક બનાવે છે કે દરેક કોઈ તેને જોતું જ રહી જાય.

ત્યારે કિંજલ દવેએ પણ તેના ઘરે એક શાનદાર રંગોળી બનાવી હતી, પરંતુ આ રંગોળી એટલા માટે ખાસ હતી કે તેની અંદર કોઈ ડિઝાઇન નહીં પરંતુ માતાજીની તસવીર તેણે બનાવી હતી. જે બહુ જ શાનદાર હતી. આ રંગોળી બનાવતો વીડિયો પણ કિંજલે તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેને ચાહકો સાથે સેલેબ્સ પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કિંજલ દવેએ આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે. “केसर कृपाही केवलम्, માં તારી કૃપાથી મારે રોજ દિવાળી !” વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કિંજલ ઘરની બહાર આંગણામાં બેઠી છે અને રંગોળી બનાવી રહી છે. તેના મોબાઈલમાં માતાજીની તસવીર છે અને તે તસ્વીરને તે નીચે બનાવી તેમાં રંગો ભરી અને આબેહૂબ માતાજીની તસવીર બનાવે છે.

Niraj Patel