ખબર

હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર બાદ પીડિતાના પરિવારનું ભાવુક કરનારું નિવેદન, જાણો વિગત

પોલીસ એન્કાઉન્ટરમાં હૈદરાબાદ ગેંગરેપ પીડિતાના ચારેય આરોપી માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, 5 ડિસેમ્બરની રાત્રે, પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળ પર સીન રીક્રીએટ કરવા માટે લઈ ગઈ હતી. તે દરમિયાન ચારેય લોકોએ પોલીસની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને રોકવા માટે ફાયરિંગ કર્યું અને ચારેય આરોપીઓ મૃત્યુ પામ્યા.

Image Source

એન્કાઉન્ટર બાદ હવે ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના પરિવારજનોનું નિવેદન પણ સામે આવ્યું છે. યુવતીના પિતાનું કહેવું છે કે ‘મારી દીકરીના અવસાનને 10 દિવસ થઇ ગયા છે. હું સરકાર અને પોલીસનો આભાર માનું છું. મારી દીકરીની આત્માને હવે શાંતિ મળશે.’

જયારે યુવતીની બહેનનું કહેવું છે કે ‘આરોપીઓનું એન્કાઉન્ટર થઇ ગયું અને હું ખૂબ ખુશ છું. મને લાગે છે કે આ એક ઉદાહરણ હશે અને હવે કોઈ આ પ્રકારના ગુના કરવા વિશે વિચારશે નહીં. મને લાગે છે કે પોલીસે રેકોર્ડ સમયમાં આ કામગીરી કરી છે. હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે અમને ટેકો આપ્યો છે. હું પોલીસ, મીડિયા અને તેલંગાણા સરકારનો પણ આભાર માનું છું.’

Image Source

જણાવી દઈએ કે 27 નવેમ્બરની રાત્રે હૈદરાબાદમાં 26 વર્ષીય વેટરનરી ડોક્ટર પર ગેંગરેપ થયો હતો. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી, અને પછી તેના શાયરીને સળગાવી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ તેલંગાણા સહિત સમગ્ર દેશમાં હંગામો મચી ગયો હતો. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી લીધી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.