વાહ રે..આપણે દિવસ રાત એક કરીને બેંકમાં પૈસા જમા કરાવીએ અને આ ફ્રોડ કંપનીઓ બેન્કનું બુચ મારે…પુરી સ્ટોરી વાંચીને મગજ જશે
આપણા દેશમાં બેંકો સાથીની છેતરપિંડીના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. હાલ એક મોટું ફ્રોડ સામે આવ્યું છે, આ છેતરપિંડી નીરવ મોદી કરતા પણ મોટી હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત કંપની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

સીબીઆઈ દ્વારા હૈદરાબાદની એક પ્રાઇવેટ કંપની ટ્રાન્સસ્ટ્રોય (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા બેંકો સાથે રૂપિયા 7,926 કરોડ રૂપિયાની છેતરપીંડી કરવાનો આરોપ સર કંપનીના નિર્દેશક અને કંપની વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે. તપાસ એજન્સી દ્વારા શુક્રવારના રોજ આ જાણકારી આપવામાં આવી હતી.

કંપનીએ અગલગ અલગ બેન્કિંગ વ્યવસ્થા અંતર્ગત ધિરાણ લીધું હતું. જે અંતર્ગત કંપનીએ કુલ 7,926.01 કરોડ રૂપિયાનો બેંકોને ચૂનો લાગાવ્યો છે. એજન્સીએ કંપની અને તેના આરોપી ડાયરેક્ટરોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ દરોડા દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓના દસ્તાવેજો મળી આવ્યા હતાં.