ખબર

લોકડાઉનમાં પત્ની પિયરમાં ફસાઈ હતી તો પતિએ ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન પછી જે થયું તે બાપ રે બાપ

દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે જે લોકો જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયું છે. આ વચ્ચે પટનામાં એક અજીબો-ગરીબ ખબર સામે આવી છે. પટના શહેરથી 60 કિલોમીટર ડી દુલ્હન બજાર વિસ્તારમાં એક શખ્સે તેની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. આ ગન ક્રાંઉં કારણ એ છે કે, તેની પત્ની તેના પિયરમાં ફસાઈ ગઈ હતી.

Image Source

એક મહિના પહેલા ગુડિયા દેવી નામની મહિલા તેના પિયર અરવલ ગઈ હતી. આ દરમિયાન લોકડાઉન થઇ ગયું હતું. આ માટે તેને તેના માતા-પિતા પાસે રોકાવું પડ્યુ હતું. આ બાજુ તેના પતિ ધીરજકુમારે તેની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા. ગુડિયા અને ધીરજને એક 10 વર્ષનો દીકરો છે.

Image Source

ગુડિયા દેવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે ધીરજકુમારે ફરિયાદ કરી હતી કે, તે એ વાતથી ઘો નારાજ હતો કે તેની પત્ની તેના પિયરમાં ફસાઈ ગઈ હતી. ગાડીની સુવિધા ના હોવાને કારણે તે ઘરે પરત ના ફરતા તેને ગુસ્સમાં આવીને પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હતા.

ગુડિયા દેવીની ફરિયાદ પરથી ધીરજની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.