હૈદરાબાદથી એક અજીબ ઘટના સામે આવી છે. ત્યાં એક માણસે તેની પત્નીને તલાક એટલે કે ડિવોર્સ આપી દીધું કારણકે તેની પત્નીના દાંત વાંકા હતા અને આ વાત એ વ્યક્તિને પસંદ ન આવી.
એ વ્યક્તિનું નામ છે મુસ્તફા અને તેની પત્નીનું નામ છે રુખસાના. આ શુક્રવારના રોજ રુખસાનાએ તેના સાસરાવાળા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેને પોલીસને કહ્યું હતું કે મુસ્તફા અને તેના પરિવારના દરેક સદશ્યો લગ્ન બાદ તેને પરેશાન કરતા હતા સાથે જ દહેજની ડિમાન્ડ પણ કરતા હતા. અંતે તેના દાંત વાંકા છે આ બહાને મુસ્તફાએ તેન ટ્રિપલ તલાક આપી દીધું હતું.
રુખસાનાએ જણાવ્યું કે લગ્ન સમયે તેના પરિવારે મુસ્તફાને બધું આપી દીધું હતું. મુસ્તફાએ જે પણ માંગ્યું તેની દરેક ડિમાન્ડ પૂરી કરી હતી. પણ લગ્ન પછી સાસરવાળાએ વધુ દહેજની માંગ કરીને તેને પરેશાન કરવા લાગ્યા હતા. મુસ્તફાએ તેના ભાઈ પાસે એક નવી બાઈક પણ લીધી હતી.
રુખસાનાએ આગળ જણાવ્યું હતું કે એ લોકો દરરોજ તેને પરેશાન કરતા હતા અને અંતે મુસ્તફાએ કહ્યુકે તે તેને પસંદ નથી કરતો, કારણકે તેના દાંત વાંકા છે. પણ લગ્ન પહેલા મુસ્તફા રુખસાનાને જોઈ ગયો હતો. એ સમયે મુસ્તફાને વાંકા દાંત સાથે કોઈ સમસ્યા નહતી.

પણ લગ્ન બાદ વાંકા દાંતને કારણે તેને હેરાન કરવામાં આવી હતી. તેના સાસરાવાળાએ 10-15 દિવસ સુધી તેને ઘરની અંદર બંધ રાખી હતી અને જયારે રુખસાનાની તબિયત બગડી તો તેને તેના પિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી. ત્યારબાદ રુખસાનાએ ત્યાંના લોકલ પોલીસને ફરિયાદ કરી હતી અને એ સમયે મુસ્તફાએ કહ્યું હતું કે તે તેને ફરી તેના ઘરે લઇ જશે. પણ આજે એક અઠવાડિયા બાદ મુસ્તફા રુખસાનાના ઘરે આવ્યો અને તેના માતા-પિતાનું અપમાન કરી ગયો સાથે રુખસાનાને ત્રણ વખત તલાક એમ કહીને ટ્રિપલ તલાક પણ આપી દીધું હતું.

એ બાદ રુખસાનાએ મુસ્તફાને ઘણી વખત ફોન કર્યા અને વાત કરવાની કોશિશ કરી હતી પણ મુસ્તફાએ ફોનમાં ફરી ત્રણ વખત તલાક બોલીને ટ્રિપલ તલાક કહ્યું હતું. અંતે રુખસાનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે મુસ્તફાના પરિવાર સામે દહેજની માંગણી અને ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધી છે અને એ વાત પર પોલીસ તાપસ કરી રહી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.