અમદાવાદમાં પતિની ઘરમાં હતો ને દોસ્ત ઘરે આવ્યો, બેડરૂમમાં પલંગ પર ભાભીને પાડી અને…

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાએ અને યુવતિઓ સાથે છેડછાડ કે દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર તો નાની સગીરાઓ સાથે કે પછી પરણિત મહિલા સાથે પણ ખરાબ કૃત્યની ઘટના સામે આવે છે. હાલમાં અમદાવાદમાંથી આવી ઘટના સામે આવી છે, જેમાં એક પરણિત યુવતિ જ્યારે તેના બે સંતાન સાથે ઘરે એકલી હતી ત્યારે પતિનો મિત્ર આવ્યો અને તેણે પરણિતા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યુ છે. પતિના મિત્રએ પરણિતાને બેડ પર પાડી અને તેના જબરદસ્તી કપડા ઉતારી બરાત્કાર ગુાર્યો હતો. ત્યારે આ મામલે યુવતીએ પોલિસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બરાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડામાં રહેતી એક યુવતી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. પતિ ગોતા ખાતે નોકરી કરે છે અને પરણિતા તેના બે બાળકો સાથે ઘરે રહે છે. યુવતીએ એક ગામમાં રહેતા અને પાનની દુકાન ચાલવનાર એક યુવકને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. પાનની દુકાને યુવતીનો પતિ આવતો જતો હોવાને કારણે તેની એક યુવક સાથે મિત્રતા થઇ અને બાદમાં તે યુવક યુવતીના પતિને અવાર નવાર મળવા પણ આવતો. ત્યારે પતિએ લગભગ દોઢેક વર્ષ પહેલા નવો ધંધો કરવો હોવાને કારણે આ યુવક પાસેથી અઢી લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને તેની ઉઘરાણી કરવા પતિનો મિત્ર ઘરે આવતો જતો હતો.

યુવતીના પરિવારને સારો સંબંધ હોવાથી પતિનો મિત્ર પતિની ગેરહાજરીમાં પણ ઘરે આવતો જતો હતો. જોકે, થોડા દિવસ પહેલા તે પતિની ગેરહાજરીમાં આવ્યો અને જયારે યુવતી અને તેના બે સંતાનો ઘરે એકલા હતા ત્યારે આરોપીએ ચાની માગ કરી અને પછી પરણિતાના બે બાળકોે 500-500 રૂપિયા આપી દૂધ લેવા મોકલ્યા. જયારે બંને બાળકો ઘરની બહાર ગયા ત્યારે તેણે મિત્રની પત્નીને કહ્યુ કે, ઘરના મંગાવેલા નળ પતિ લાવ્યો છે કે નહિ.

તે બાદ યુવતી બેડરૂમમાં નળ લેવા ગઇ અને ત્યારે જ પાછળથી આરોપી આવ્યો અને તેણે પરણિતાને બાહોપાશમાં જકડી બેડ પર પાડી દીધી. તે બાદ તેણે તેના જબરદસ્તી કપડાં કાઢ્યા અને તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો. તે પછી તેણે ધમકી પણ આપી કે જો તે આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખશે. ધમકી આપ્યા બાદ નરાધમ ફરાર થઇ ગયો. આ ઘટનાથી ગભરાયેલી યુવતીએ બે દિવસ પહેલા પતિને આ વાત કરતા પતિએ ફરિયાદ કરવાનું કહ્યુ, જે બાદ તેણે પતિના હવસખોર મિત્ર સામે બરાત્કારની ફરિયાદ નોંધાવી.

Shah Jina