વાંચો એક એવી વ્યક્તિની વાર્તા જે ગાયો સાથે સ્નાન કરે છે, ખાય છે, ટેલિવિઝન જુએ છે અને પથારીમાં એક સાથે સુવે પણ છે! એમના થી મોટા ગૌ-પ્રેમી તમે ક્યારેય નહિ જોયા હોય…

0

ભારતમાં ઘણી વિચિત્ર ઘટનાઓ બને છે, જેમાંથી એક અવિશ્વસનીય ઘટના વિશે અહીં વાત કરીશું. આખી વાત એમ છે કે એક પતિ, બે બાળકોના પિતા, પોતાના પરિવારને છોડીને પોતાના જીવનનો બધો જ સમય પસાર કરે છે તેમની ગાયો સાથે. તેમનો જીવ બચાવવા બદલ તેઓ આ રીતે ગાયોનો આભાર માને છે.Vijay Parsana, a cow Cover Asia Press

45 વર્ષીય વિજય પરસાનાને ગાયો માટે ખૂબ જ પ્રેમ છે કે તેઓ ગાયો સાથે સ્નાન કરે છે, ખાય છે, ટેલિવિઝન જુએ છે અને પથારીમાં એક સાથે સુવે પણ છે. તેઓ ગાયોનું મૂત્ર પણ પીવે છે. તેમનો દાવો છે કે ગૌમૂત્ર પીવું સ્વાસ્થ્ય માટે સારું છે, અને તેઓ એકવાર 22 દિવસ માટે ફક્ત ગૌમૂત્ર પર જ જીવ્યા હતા. તેઓ કહે છે કે, “ગૌમૂત્રથી મારુ શરીર હાઈડ્રેટેડ રહ્યું હતું અને તેમાંથી મને પૂરતા પોષક તત્વો પણ મળે છે. ગૌમૂત્રમાં રહેલા પોષક તત્વો શરીરમાં રહેલા કચરા અને અશુદ્ધિને દૂર કરે છે. સવારમાં એક કપ ગૌમૂત્ર પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધારે છે. દરેકે ટ્રાય કરવું જોઈએ.”

બે બાળકોના પિતા વિજય પરસાનાએ લગભગ છ-સાથ વર્ષો પહેલા જ પોતાના પરિવારને છોડીને ધાર્મિક જીવન જીવવાનું શરુ કરી દીધું હતું. અમદાવાદમાં આવેલા તેમના ઘરથી ચાર માઈલ દૂર તેઓ ગાયો સાથે રહે છે.

વર્ષ 2017માં તેઓએ તેમની ગાયના લગ્ન કરાવ્યા હતા, જેમાં તેમને લગભગ 18,00,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અને માનવામાં ન આવે તેવી વાત તો એ છે કે આ બધી બાબતે તેમનો પરિવાર પણ તેમનો સાથ આપે છે.

Image: Cover Asia Press

તસ્વીરમાં વિજય પરસાના તેમના અમદાવાદ સ્થિત આશ્રમમાં પોતાની ગાયને કિસ કરતા નજરે ચડે છે.Image: Cover Asia Press

આ તસ્વીરમાં વિજય પરસાના અને તેમની વાછરડી સરસ્વતી, એક જ ખાટલા પર સુતા નજરે ચડે છે.Image: Cover Asia Press

આ તસ્વીરમાં વિજય પરસાના અને તેમનો બળદ ભોલા તેમના રસોડાની અંદર નજરે ચડે છે.Image: Cover Asia Press

બે મહિનાની વાછરડી સરસ્વતી અને તેની માતા પૂનમ સાથે વિજય પરસાના તેમના આશ્રમમાં. વિજય અમદાવાદ આવ્યા પછી તેમને જુગારની આદત લાગી ગઈ હતી, પરંતુ જયારે તેઓએ પોતાની ગાયો સાથે સમય પસાર કરવાનું ચાલુ કર્યું ત્યારે તેઓ બદલાઈ ગયા.

તેઓ કહે છે, “મારો ગાયો પ્રત્યેના પ્રેમને સમજાવી ન શકાય. મકરા માટે ગાયોથી વધુ બીજું કઈં જ નથી. જયારે હું તેમની સાથે હોઉં છું ત્યારે મને દુનિયાનું ભાન રહેતું નથી, મને દુનિયાની કોઈ પણ વાતની ચિંતા નથી થતી. હું અને મારી ગાયોએ એકબીજા સાથે એક ખાસ બંધનમાં બંધાયા છીએ. મારો પરિવાર મારા માટે ખુશ છે. હું માનું છું કે હું તેમને સમજી શકું છું અને તેઓ અમને સમજી શકે છે. હું મારા બધા જ સુખ અને દુઃખ તેમની સાથે વહેંચું છું.”

Image: Cover Asia Press

વિજય પાસે બે બળદ, છ કુતરાઓ અને 2000થી વધુ બીજા બધા પ્રાણીઓ છે જેમકે મોર, સસલા, પક્ષીઓ, અને સાપો. પરંતુ તેઓ કહે છે કે મારી ત્રણ ગાયો – રાધા, પૂનમ અને સરસ્વતીની મારા દિલમાં અલગ જ જગ્યા છે.
માર્ચ 2017માં તેઓએ 5000થી વધુ મહેમાનોને બોલાવીને ધામધૂમથી તેમની ગાય પૂનમના લગ્ન બળદ અર્જુન સાથે કરાવ્યા હતા, જેમાં તેમને લગભગ 18,00,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હિંદૂ પારંપરિક રિવાજ મુજબ, પૂનમના લગ્નમાં પૂનમને ઘણીં બધી ભેટો આપીને અર્જુન સાથે વળાવી હતી.

વિજયે પૂનમ અને અર્જુનની વાછરડી સરસ્વતીનો એક મહિનાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. વિજય સરસ્વતીને પોતાની પૌત્રી માને છે અને તેના જન્મદિવસે 300 મહેમાનોને બોલાવીને ઉજાણી કરી હતી જેમાં તેમણે રૂપિયા 5 લાખનો ખર્ચ પણ કર્યો હતો.

વિજય કહે છે, “હું આજે જે કંઈ પણ છું એ બધું જ મારી ગાયોના કારણે છું. મારી આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ બધું જ ગાયોના કારણે બદલાઈ ગયું છે. ગાય આપણી મા સમાન છે, હું દરેકને અરજી કરીશ કે એક ગાય લાવો અને પછી જુઓ કે એ તમારા જીવનમાં કેટલા બદલાવ લાવે છે.

Image: Cover Asia Press

વિજય વાછરડીને ખાટલા પર સુવાડીને ધાબળો પણ ઓઢાળતાં હોય છે.

વિજયને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમના માતાપિતા એન દાદા-દાદી તરફથી વારસામાં મળ્યો છે, તેઓ તેમના ઘરમાં કેટલીક ગાયો અને કુતરાઓ રાખતા હતા. વિજય પ્રાણીઓને પ્રેમ કરતા કરતા જ મોટો થયો, પરંતુ તેને પોતાની પહેલી ગાય વર્ષ 2012માં લીધી.

તેઓ આ વિષ કહે છે, “મારા બાળપણમાં મને યોગા અને સ્વાસ્થ્યમાં ખૂબ જ રુચિ હતી. મેં ઘણા પ્રકારના કુદરતી તત્વો વિશે સંશોધન કર્યું કે તેઓ કઈ રીતે શરીરને ઉપયોગી છે. અને જયારે મને જાણવા મળ્યું કે ગાયની દૂધ, મૂત્ર અને છાણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, મેં મારો સંપૂર્ણ સમય ગાયોને આપી દીધો.”

શરૂઆતમાં વિજયની પત્ની ગીતા અને પરિવારના બીજા સભ્યો, મિત્રો અને સંબંધીઓને લાગતું કે તેઓ પાગલ થઇ ગયા છે પરંતુ જયારે તેમણે વિજયમાં આવેલા બદલાવ નોંધ્યા ત્યારે તેઓએ તેમના આ આધ્યાત્મને સ્વીકારી લીધું.

Image: Cover Asia Press

રોજ સવારે તેઓ અમદાવાદમાં પોતાની માલિકી ધરાવતા 22 જીમમાંથી એક જીમમાં કામે જાય ત્યારે તેઓ ગૌમૂત્ર પીએ છે અને સવારના નાસ્તામાં છાણ ખાય છે.

જયારે વાછરડી સરસ્વતી બે મહિનાની હતી, ત્યારે ક્યારેક એ પણ તેમની સાથે કામે જતી હતી. તેઓએ જણાવ્યું, “હવે હું મારા કામ, પરિવાર અને મારી ગાયો વચ્ચે સમતોલન જાળવી રાખું છું. હું સાંજે 5 વાગે ઓફિસથી નીકળીને પહેલા મારા પરિવારને થોડા સમય માટે મળું છું અને પછી આશ્રમ પરત જઈને મારી રાતો ગાયો સાથે પસાર કરું છું. હું સરસ્વતી સાથે જમું છું, ટીવી જોઉં છું અને પછી અમે બંને સાથે જ સુઈ જઇયે છીએ. પહેલા હું પૂનમ સાથે સુઈ જતો હતો પરંતુ હવે સરસ્વતી સાથે સુઈ જાઉં છું. મારા દિલમાં રાધા અને પૂનમ માટે પણ સમાન જ પ્રેમ છે, પરંતુ તેઓ હવે એટલી મોટી થઇ ગઈ છે કે હવે તેઓ મારા ઘરમાં નથી આવી શકતી.”

ગાયોની સાથે પોઝ આપતા પશુ પ્રેમી વિજય

બળદ અર્જુન ગાય પૂનમની સાથે લગ્ન માટે તૈયાર થતો.

વિજય પરસાના અને મહેમાનો તેમની વાછરડીના જન્મદિવસ પર ઉજાણી કરતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here