ફિલ્મી દુનિયા

આ બોલિવૂડ હિરોઈનનો વિદેશી પતિ રૂ.1 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, નામ જાણીને આંચકો લાગશે

આડા દિવસે ભારતમાં નશાના પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે નાશકીય દ્રવ્યો લાવનાર સામે હવે ચેકીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

Image Source

એરપોર્ટ અને રેલવે સ્ટેશન જેવી જગ્યાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે બોલીવુડની એક અભિનેત્રીના પતિને 1 કરોડ 8 લાખના ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર એન્ટી નાર્કોટેક્સ સેલે એક ઓસ્ટ્રેલિયન નાગરિક એવા ડોક્ટર રેજા ફરદુન બોરહાનીને બાંદ્રાથી પકડી લીધો છે. જેની પાસેથી 31.5 ગ્રામ એલ.એસ.ડી. ડ્રગ્સ જપ્ત કરાવામાં આવ્યું છે.

Image Source

આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1 કરોડ 8 લાખ રૂપિયાથી વધારે માનવામાં આવે છે. કોર્ટે આરોપીને 27 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

Image Source

ડૉ. બોરહાની બોલીવુડની અભિનેત્રી અને મોડલ તોરા ખાસગીરનો પતિ છે. તોરાને 2002માં બેસ્ટ એશિયન મોડેલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

Image Source

તોરાએ “અસંભવ”, “પ્યારમેં કભી કભી” અને “વિક્ટોરિયા 2003” જેવી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. બંનેની મુલાકાત એક એવોર્ડ સમારંભમાં થઇ હતી જેના પછી બંનેએ 2004માં લગ્ન કરી લીધા હતા.

Image Source

ડૉ. બોરહાની કેનાબીસ હેલ્થ એન્ડ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક અને પ્રેસિડેન્ટ છે. તેનું નામ ગોવામાં ચાલતી મોટાભાગની રેવ પાર્ટીઓમાં આવી ચઢ્યું છે જેના કારણે પોલીસ બોરહાની ઉપર નજર રાખી રહી હતી.

Image Source

શુક્રવારે જયારે પોલીસને તેના મુંબઈ આવવાની ખબર મળી ત્યારે પોલીસે તેને પકડવા માટે જાળ બિછાવી અને તેને દબોચી લીધો.

Image Source

ડૉ. બોરહાની આ ડ્રગ્સ આસામથી લાવ્યો હોવાનું માનવામાં આવે છે. બોરહાની ઓસ્ટ્રેલિયાથી બેંગકોક ગયો હતો અને 20 નવેમ્બરે તે ભારત આવી અને આસામ ગયો હતો.

Image Source

આસામથી એલએસડી ડ્રગ્સ લઈને તે મુંબઈના કોઈક ખરીદદારને આપવા માટે આવતો હતો ત્યારે જ પોલીસે તેને મુંબઈથી પકડી પાડ્યો હતો.

Image Source

આ ડ્રગ્સ તેને કોની પાસેથી લીધું અને કોને આપવાનું હતું તેની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી. જની પૂછતાછ ચાલી રહી છે.

Image Source

એલએસડી ડ્રગ્સના એક ડોટની કિંમત 5 થી 8 હજાર રૂપિયા સુધીની છે. આ ડ્રગ્સ લીકવીડ અને પેપર બંને પ્રકારમાં આવે છે.

Image Source

ટપાલની ટિકિટ કરતા પણ નાના આકારના કાગળના ચાર ટુકડા કરતા તેના એક ટુકડો આ ડ્રગ્સનો એક ડોટ બને છે.

Image Source

અમેરિકા, ગ્રીસ, નેધરલેન્ડ, જર્મની જેવા દેશોમાંથી તસ્કરી કરીને આ ડ્રગ્સને ભારત લાવવામાં આવે છે.

આ ઘટના 27 નવેમ્બર 2019 ની છે

Image SourceImage SourceAuthor: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.