જાણવા જેવું

માત્ર 100 રૂપિયાની બચત પણ તમને બનાવી શકે છે લાખોપતિ, જાણો ક્યાં અને કેવી રીતે કરવું નિવેશ…

બાળપણથી જ આપણને એ વાત શિખવવામાં આવે છે કે ભવિષ્ય માટે આપણે પૈસા બચાવીને રાખવા જોઈએ.ઘણા લોકો તો રોજના ખર્ચા બચાવીને ગલ્લામાં પૈસા જમા કરતા હોય છે,જ્યારે અમુક લોકો એવા પણ છે જે સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરે છે.સૌથી જરૂરી એ છે કે તમે યોગ્ય રીતે નિવેશ કરો, જો તમે યોગ્ય રીતે તમારા પૈસાને નિવેશ કરશો તો તમને સારું એવું રિટર્ન મળશે. જો તમે એક સારું એવું રિટર્ન ઇચ્છતા હોવ તો તમે Post Office ની રેકરીંગ ડિપોઝીટ(Recurring Deposit)ને પસંદ કરી શકો છો.પોસ્ટ ઓફિસમાં રેકરિંગ ડિપોઝીટ 7.3 ટકાનું વ્યાજ મળે છે.સેલેરી ક્લાસ અને મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની મંથલી સેવિંગ સ્કીમ એટલે કે રેકરિંગ ડિપોઝીટનો વિકલ્પ બેસ્ટ રહેશે.

Image Source

અહીં મળી રહ્યું છે વધારે રિટર્ન:
જો બેંક પોસ્ટ ઓફિસના રેકરિંગ ડિપોઝીટની તુલના કરવામાં આવે તો પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝીટ પર 7.3 ટકા વર્ષનું વ્યાજ મળે છે.બીજી તરફ મોટાભાગે બેંક જેવી કે એસબીઆઈ,દેના બેંક,બેંક ઓફ બરોડા,કેનરા બેંક,ઈલાહાબાદ બેંક અને આંધ્રા બેંક એકથી પાંચ વર્ષની આરડી પર 6.5 થી 7 ટકા સુધીનું વ્યાજ આપી રહ્યા છે.તેનાથી તમને સમજાઈ ગયું હશે કે બેંકોની આરડી થી વધારે ફાયદો તમને પોસ્ટ ઓફિસની આરડીથી મળશે.

Image Source

જેવી રીતે તમે પૈસા બચાવીને એક પર્સમાં મૂકી દો છો, તેવી જ રીતે આ સ્કીમમાં પણ તમે કંઈકને કંઈક પૈસા નાખીને બચત કરી શકો છો.પોસ્ટ ઓફિસમાં લગભગ 10 રૂપિયાથી ખાતું ખોલી શકાય છે. તેમાં દરેક મહિને ઓછામાં ઓછા 10 રૂપિયા અને વધારેમાં વધારે ગમે તેટલી રકમ તમે જમા કરાવી શકો છો.

આખરે કેવી રીતે તમને ફાયદો આપશે આ સ્કીમ:

Image Source

ઉદાહરણના સ્વરૂપે તમે તમારા ખર્ચમાંથી અમુક ટકા પૈસા બચાવીને રોજની આ સ્કીમમાં 100 રૂપિયાનું નિવેશ કરી શકો છો. આવી રીતે દરેક મહિને તમારી આરડીમાં 3000 રૂપિયા જમા થાશે. આવી રીતે પાંચ વર્ષમાં તમારી પાસે લગભગ 1.80 લાખ રૂપિયાનું નિવેશ કરશો. આવી રીતે પાંચ વર્ષ પછી લગભગ 2.20 લાખ રૂપિયાનું ફંડ તમારી પાસે તૈયાર થઇ જશે એટલે કે પાંચ વર્ષમાં કુલ જમા કરવામાં આવેલી રાશિ પર તમને 37,511 રૂપિયાનું વ્યાજ મળી જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks