જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો

જાણો કઈ રીતે 10 પાસ લોકો પણ આ કંપનીમાં કામ કરીને કમાઈ શકે છે લાખો રૂપિયા

હરેકૃષ્ણ ડાયમંડ કંપની મોટેભાગે ચર્ચાઓમાં રહે છે. પોતાના કર્મચારીઓને દર વર્ષે દિવાળીના બોનસમાં ધમાકેદાર ભેટ આપે છે. આવી કંપનીઓમાં કામ કરવાની તો દરેકની ઈચ્છા હોય છે. આ કંપનીમાં ઘણા લોકો નોકરી મેળવવા માંગતા હોય છે. આ કંપની 10 પાસ લોકોને પણ નોકરી આપે છે.જો તમે પણ અહીં નોકરી માટે અરજી કરવા માંગો છો તો એ પહેલા જાણી લો બધી જ વિગતો –

હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના સ્થાપક અને માલિક સવજીભાઈ ધોળકિયા છે. તેમને પોતાના કાકા પાસેથી દેવું કરીને આ વેપાર શરુ કર્યો હતો. તેઓનું વતન મરેલી જિલ્લાનું દુધાળા ગામ છે. તનતોડ મહેનત કરીને તેઓ આજે આ સ્થાન પર પહોંચ્યા છે. હરેકૃષ્ણ એક્સપોર્ટનો વેપાર વિશ્વના 71 દેશોમાં ફેલાયેલો છે. હરેકૃષ્ણ એક્સપોર્ટએ પોતાની ગોલ્ડન જ્યુબિલીના પ્રસંગે પોતાના કર્મચારીઓને બોનસ આપવા માટે 51 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

Image Source

સવજીભાઈ આ રીતે વર્ષ 2011થી જ પોતાના કર્મચારીઓને ખાસ દિવાળી બોનસ આપતા રહે છે. તેમને કંપનીના ત્રણ મેનેજર્સને ભેટમાં મર્સીડીઝ આપી હતી, જેની કિંમત 1 કરોડ છે. મંદી હોવા છતાં સુરતના હીરા વેપારીઓ પર આની કોઈ ખાસ અસર નથી જોવા મળી. હરેકૃષ્ણ એક્સપોર્ટ દિવાળીએ બોનસમાં પોતાના કર્મચારીઓને 491 ગાડીઓ અને 200 ફ્લેટ્સ આપ્યા હતા. આ સિવાય તેઓએ કર્મચારીઓને સોનુ અને ફિક્સ ડિપોઝિટ પણ આપી છે.

હરેકૃષ્ણ એક્સપોર્ટના કર્મચારીઓને આવવા જવા માટે બસની સુવિધા આપવામાં આવી છે. ઓફિસનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો હોય છે. તેમને તહેવારોની રજાઓ મળે છે. અને દિવાળીમાં દરેક કર્મચારીને 20 દિવસનું વેકેશન મળે છે. આ સિવાય કર્મચારીઓને ઉનાળામા પણ 10 દિવસનું વેકેશન મળે છે. કંપનીમાં સોમવારથી શુક્રવાર સુધી બપોરે ભોજન પણ મળે છે. અને શનિવારે ટિફિન ડે હોય છે.

Image Source

દર વર્ષે કર્મચારીઓને બે ફ્રી યુનિફોર્મ, અને હેલ્મેટ મળે છે. ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, જિમ, યોગાના સેશન પણ મળે છે. કર્મચારીના બાળકોને સ્કૂલની ફી સાથે પુસ્તકોનો ખર્ચો પણ કંપની આપે છે. કર્મચારીને 1 લાખ રૂપિયાનો મેડીક્લેમ દર વર્ષે અને 1 કરોડનો ડેથ ઇન્સ્યોરન્સ પણ મળે છે. દર 3 વર્ષે 1 વાર કર્મચારીના માતાપિતાને હરિદ્વાર દર્શન કરવા પણ લઇ જવામાં આવે છે, જેમાં લગભગ 1000 માતાપિતાઓને લઇ જવામાં આવે છે.

Image Source

જો તમે પણ આ કંપનીમાં નોકરી કરવા માંગો છો તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. એમ તો કંપનીમાં 10-12 પાસ લોકો પણ અરજી કરી શકે છે. જો કે કંપનીનું કહેવું છે કે મેનુફેક્ચરિંગ યુનિટમાં નોકરી માટે ક્વોલીફીકેશનથી વધુ ડાયમંડના કામ વિશે જાણકારી હોવી જોઈએ. એટલે જો કોઈ 10 પાસ પણ હોય, પણ જો તેને ડાયમંડની પ્લાનિંગ, કટિંગ, પોલિશિંગનો અનુભવ છે તો એને અહીં નોકરી મળી શકે છે.

Image Source

અહીં અરજી કરવા માટે તમારા પાસે આ કંપનીમાં કામ કરનાર લગભગ 8000 કર્મચારીઓમાંથી કોઈનો પણ રેફરન્સ હોવો જોઈએ. જો તમારી પાસે કોઈ રેફરન્સ નથી તો તમે અરજી નહિ કરી શકો. જયારે રેફરન્સ હોય ત્યારે અરજદારે એક ફોર્મ ભરવાનું હોય છે, જેમાં બધી જ વિગતો ભરવાની હોય છે. આ ફોર્મના આધારે આગળ ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે. મુંબઈ સ્થિત એક્સપોર્ટ યુનિટમાં નોકરી મેળવવા માટે કંપનીની વેબસાઈટ પર જઈને અરજી કરી શકાય છે.

Image Source

અહીં સામાન્ય રીતે કર્મચારીને 35000 હજાર રૂપિયા સુધી મહિને આપવામાં આવે છે. આ સિવાય પણ વધુ કમાઈ શકાય છે. કંપની રેવન્યુ મોડલ પર કામ કરે છે. જો કોઈ કર્મચારીનું કામ સારું હોય તો તેઓને તેનો નફો મળે છે. અહીં એવા પણ કર્મચારીઓ છે જે મહિને 5 લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે.

Image Source

સુરતમાં હરેકૃષ્ણનાં ડાયમંડ મેનુફેક્ચરિંગ યુનિટ ઇચ્છાપોર ડાયમંડ જવેલરી પાર્ક અને વરાછામાં આવેલા છે. વરાછા યુનિટ લગભગ 57 હજાર સ્કવેર ફુટ એરિયા અને ઇચ્છાપોર યુનિટ લગભગ 1.4 લાખ સ્કવેર ફુટ એરિયામાં ફેલાયેલી છે. ઇચ્છાપોરમાં 3600 અને વરાછામાં 2200 કર્મચારીઓ કામ કરે છે. આ સિવાય કંપનીની ઓફિસ મુંબઈ સાથે દેશની બહાર હોંગકોંગ, દુબઇ, બેલ્જીયમમાં પણ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks