જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

માથે આવી પડેલી મુશ્કેલીનો સામનો કરવા માટે શું કરવું ? દરેકના જીવનમાં એક શીખવા જેવી વાત

જીવનમાં દરેક વ્યક્તિને  કોઈક ને કોઈક મુશ્કેલી તો જરૂર હોય છે, અઢળક સંપત્તિ વચ્ચે પણ લોકોને શાંતિની શોધ હોય છે, ઘણા લોકો જીવનમાં આવતી મુશ્કેલીઓથી ક્યારેક હારી પણ જાય છે, ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવીને મુશ્કેલીઓનો અંત આવશે એમ માનીને સમય પહેલા જ પોતાના જીવનનો ત્યાગ પણ કરતા હોય છે.

Image Source

મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું હોય તો એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે સમય. દરેક સમયને પસાર થવા દેવો પડે છે, જીવન કરતા મુશ્કેલીઓ ક્યારેય વધારે કિંમતી નથી હોતી, જે લોકો મુશ્કેલીઓથી હારી જઈને મૃત્યુને વહાલું કરે છે તે લોકો એમ કેમ નથી વિચારતા કે જીવતા રહીને મુશ્કેલીઓનો જો સામનો કરીશું તો કદાચ સફળતા મળી પણ શકે છે.

Image Source

એકવાર એક વ્યક્તિએ ધંધો કરવા માટેનું વિચાર્યું તેની પાસે બચતના થોડા નાણાં હતા તેમાંથી તેને એક નાનો ધંધો શરૂ કર્યો, ધંધો પણ સારો ચાલવા લાગ્યો, એક દિવસ એને વિચાર કર્યો કે થોડા નાણાં વધુ રોકીને મોટો ધંધો શરૂ કરું, તેને બેન્કમાંથી લોન લઈને ધંધો મોટો કર્યો, હવે એજ ધંધાને વધું આગળ લઈ જવા માટે તેને ઘણી જ મોટી રકમની લોન કેટલાક વ્યાજ સાથે નાણાં આપતા લોકો પાસેથી મોટી રકમ વ્યાજ ઉપર લીધી. અચાનક ધંધામાં તેને મોટી ખોટ ગઈ, તેના માથે લાખો રૂપિયાનું દેવું ફરી વળ્યું, શું કરવું તેની તેને કઈ જ ખબર નહોતી, પોતે વસાવેલી તમામ સંપત્તિ વેંચતા પણ માથે મોટું દેવું ચઢી ગયું હતું. પૈસાની માંગણી કરવા વાળા લોકો તેના ઘરે આવી ધાક ધમકી આપતા, તેને વિચાર્યું કે આ બધાથી છુટકારો મેળવવા માટેનો એક જ રસ્તો છે અને તે છે આત્મહત્યા.

Image Source

પોતાનો જીવ ત્યાગવા માટે તે વ્યક્તિ રેલવે ટ્રેક ઉપર ગયો, થોડીવાર સુધી તે રેલવેના પાટા પાસે જ ઉભો રહ્યો, બે ત્રણ ટ્રેન પસાર થઈ પરંતુ તેની આત્મહત્યા કરવાની હિંમત ના ચાલી, પછી મનથી નક્કી કર્યું કે હવે આંખો બંધ કરીને રેલવેના ટ્રેક ઉપર સુઈ જવું છે, જે થાય એ જોયું જશે, રેલવેના ટ્રેક ઉપર એ સુઈ ગયો ત્યારે ટ્રેકની નીચે પથરાયેલા પથ્થર તેને ખૂંચવા લાગ્યા, ટ્રેન હજુ આવી નહોતી પરંતુ તે પથ્થર તેને પીડા આપી રહ્યા હતા, તે ઉભો થયો અને વિચાર્યું કે જો આ પથ્થર મને આટલી પીડા આપે છે તો જયારે ટ્રેન મારી ઉપરથી પસાર થશે તો કેટલી પીડા થશે? એમ વિચારી એને ટ્રેનની નીચે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો.

Image Source

રસ્તામાં ચાલતા ચાલતા તેને વિચાર આવ્યો કે દવાની દુકાનેથી ઝેરી દવા ઘરે લઇ જાવ અને એ દવા પી અને સુઈ જઈશ. દવાની દુકાનથી તેને ઝેરી દવા લીધી ઘરે ગયો અને રાત્રે ઘરના બધા સુઈ જાય ત્યારે એ દવા પીવાનું નક્કી કર્યું. ઘરમાં ત્રણ દિવસથી ઉંદર હતા, તેની પત્નીએ ઉંદર મારવા માટેની દવા ઘરમાં મૂકી હતી, રાત્રે જેવો તે દવા પીવા માટે બહાર નીકળ્યો તેવો જ એક ઉંદરને તડફડતા તેને જોયો, તડપી તડપીને તેના પ્રાણ નીકળી રહ્યા હતા. આ જોઈને તેને પોતાના હાથમાં રહેલી દવા પણ નાખી દીધી અને દવા પી અને આત્મહત્યા કરવાનો વિચાર પણ માંડી વાળ્યો.

Image Source

ઘરમાં પાછો જઈને એ વ્યક્તિ પલંગમાં આડો પડી વિચારવા લાગ્યો, સવારે પૈસા લેવા માટે આવે એને શું જવાબ આપવો એના વિશે, અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો, કામ થોડું જોખમવાળું હતું પરંતુ બીજો કોઈ રસ્તો પણ તેની પાસે હતો નહીં.

Image Source

સવાર થઇ એટલે જેને પૈસા લેવાના હતા તે લોકોને સામે ચાલીને તે મળવા માટે ગયો, જેને પૈસા આપવાના હતા તેમને તેને કહ્યું: “મારી પાસે પૈસા નથી, તમે મને મારશો કે મારી નાખશો તો પણ મારી પાસેથી પૈસા તો તમને મળવાના જ નથી એના કરતા એક કામ કરો તમે મને હજુ થોડા પૈસા આપો, હું બીજો નાનો ધંધો શરૂ કરું અને એમાંથી કમાણી કરી અને તમારા પૈસા ચુક્વતો જઈશ, કારણ કે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી, જો હું જીવતો હોઈશ તો ગમે તેમ તમારા પૈસા ચૂકવી શકીશ, પરંતુ હું જ નહીં હોઉં તો તમને પૈસા પણ ક્યાંથી મળશે? ભલે થોડું મોડું થશે પરંતુ પૈસા તો મળી જ જશે તમને”

Image Source

પૈસા આપનાર લોકોએ પણ તે વ્યક્તિની વાત સાંભળી અને વિચાર્યું તેમને પણ આ સિવાય બીજો કોઈ રસ્તો ના દેખાયો અને નવો ધંધો શરૂ કરવા માટે તેને થોડા પૈસા આપ્યા, થોડા જ સમયમાં તે ધંધો પણ સારો ચાલવા લાગ્યો, ધીમે ધીમે તેને બધાના પૈસા ચૂકવી દીધા, અને પોતે પણ સારું જીવન જીવવા લાગ્યો, આ બધા વચ્ચે સમય ઘણો જ વીતી ગયો પરંતુ નવેસરથી એકડો ઘુંટવો મહેનતનું કામ જરૂર છે પરંતુ મુશ્કેલ નથી.

Image Source

દરેકના જીવનમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ હોય છે તે છતાં પણ તે બહાર નીકળી શકે છે તો આપણે પણ દરેક પરિસ્થિતિનો સામનો કરી અને બહાર નીકળી જ શકીએ છીએ, એક સમયે અમિતાભ બચ્ચન પણ લાખો રૂપિયાના દેવામાં ઉતરી પડ્યો હતો છતાં પણ તેઓ એ પરિસ્થિતિ સામે પણ ટકી રહ્યા, કામ પણ મળતું બંધ થઇ ગયું ત્યારે જે કામ મળતું તે કરીને સંતોષ માનતા રહ્યા, અને આજે તમે એમને જોઈ શકો છો કે કઈ જગ્યા ઉપર છે.

Image Source

દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે યોગ્ય સમયની જરૂર હોય છે, જો તમે દરેક પરિસ્થિતિને સમય આપશો તો ચોક્કસ બહાર નીકળી શકશો.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.