એક સમયે લોકો આ અભિનેત્રી પાછળ ગાંડા હતા, આજે પણ સ્વર્ગથી આવી હોય એવી પરી જેવી દેખાય છે
બોલીવુડનો એક સમય હતો જયારે કલાકારો માટે એક આગવો યુગ હતો, આજે પણ બોલીવુડમાં કોમ્પિટિશન જોવા મળે છે, પરંતુ 80-90ના દાયકામાં ગણ્યા ગાંઠ્યા નામ જ ચર્ચામાં આવતા હતા. અને એ બધામાં એક નામ હતું અભિનેત્રી નીલમ કોઠારીનું. નીલમ 8-90ના દાયકાની સૌથી સફળ અભિનેત્રી માનવામાં આવતી હતી.

નીલમ તેની અદાકારી અને તેના અભિનયના કારણે જ લાખો દિલોમાં રાજ કરતી હતી. અભિનતા ગોવિંદા સાથેના તેના ગીતોને આજે પણ યાદ કરવામાં આવે છે. નીલમની સુંદરતા પણ ચાહકોને ખુબ આકર્ષતી હતી. નીલમનું નામ બોલીવુડમાં ઘણા બધા અભિનેતાઓ સાથે પણ જોડાયું હતું, ઘણા અભિનેતાઓ સાથેના અફેરની પણ ખબર સાંભળવા મળી હતી.

નીલમે 1984માં આવેલી ફિલ્મ “જવાની” દ્વારા બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેને ગોવિદ સાથે ઘણી બધી હિટ ફિલ્મો આપી. નીલમે એ સમયના સુપરસ્ટાર માનવામાં આવતા તમામ કલાકારો જેવા કે ગોવિંદા, મિથુન, અમિતાભ, ચંકી પાંડે, રાજેશ ખન્ના, જેકી શ્રોફ, સલમાન ખાન સાથે કામ કર્યું હતું.

નીલમ તેના અંગત જીવનના કારણે પણ ખુબ જ ચર્ચામાં રહેલી જોવા મળી હતી, અભિનેતા બોબી દેઓલ સાથે પણ તેના અફેરની ખબરો આવી હતી. પરંતુ એ બંનેનું પછી બ્રેકઅપ થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

બોબી દેઓલ પહેલા નીલમનું નામ અભિનેતા ગોવિદ સાથે જોડાયેલું હતું, ત્યારે તો એમ પણ કહેવામા આવતું હતું કે નીલમ અને ગોવિદ જલ્દી જ લગ્ન કરી લેશે, પરંતુ એવું બન્યું નહીં.

નીલમે વર્ષ 2000માં લંડનના એક બિઝનેસમેન રિશી શેઠિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેના આ લગ્ન લાંબો સમય સુધી ચાલ્યા નહીં અને તેને ડિવોર્સ લઇ લીધા.

પોતાન પહેલા પતિ પાસેથી ડિવોર્સ લીધા બાદ નીલમે વર્ષ 2011માં અભિનેતા સમીર સોની સાથે લગ્ન કરી લીધા. આ બંનેના લગ્ન કરાવવામાં ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂરે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

નીલમ અને એકતા કપૂર ખુબ જ સારા મિત્રો પણ છે. સમીર સોની સાથે લગ્નના બે વર્ષ બાદ નીલમે એક દીકરીને દત્તક લીધી હતી. જેનું નામ અહાના છે.

નીલમ હાલમાં ફિલ્મોથી દૂર થઈને પોતાની જવેલરી બ્રાન્ડ ચલાવી રહી છે. આ સમયે નીલમ પોતાના પરિવાર ઉપર વધારે ધ્યાન આપી રહી છે.

નીલમ આજે પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ ઉમર સાથે તેના ચહેરામાં થોડો બદલાવ આવ્યો છે, વધતી ઉંમર પણ હવે તેના ચહેરા ઉપર જોવા મળે છે.