ખબર

અમદાવાદના વેપારીને પ્રેમ કરવો પડયો ભારે, અમદાવાદની મોડેલ સાથે ઇન્સ્ટાગ્રામ પર ચેટથી શરૂઆત કરી બંધાયા શારીરિક સંબંધો અને પછી

દિવસેને દિવસે હનીટ્રેપના મામલા સામે આવતા રહે છે. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. તો બીજી તરફ યુવતીએ બળાત્કારનો આરોપ લગાડ્યો છે. હાલ તો પોલીસે બંનેની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી રહી છે.

Image source પ્રતિકારત્મક તસ્વીર

અમદાવાદમાં કૃષ્ણનગરમાં રહેતા અને ગાર્મેન્ટનો ધંધો કરતો યુવક અને મોડેલ વચ્ચે સંબંધ બંધાયો હતો પરંતુ યુવકને યુવક જાણ થઇ કે મોડેલ તો અન્ય યુવકો સાથે પણ સંબંધ ધરાવે છે તેથી તેને સંબંધો ઓછા કરી નાખ્યા હતા. યુવકના પિતાએ યુવતી અને તેની માતાએ હનીટ્રેપમા ફસાવીને પૈસા પડાવવાનો ષંડયત્રનો આક્ષેપ કર્યો છે.

Image source પ્રતિકારત્મક તસ્વીર

તો આ મુદ્દે મોડેલની માતાએ યુવકને ઘરે બોલાવી 10 લાખમાં સમાધાન કરવાની વાત કરી હતી. આ સાથે જ કહ્યું હતું કે મોડેલ યુવક જોડે લગ્ન કરાવી દો. જે બાબતે યુવક અને તેના પરિવારજનોએ રેકોર્ડિંગ કર્યું હતું. આ મામલે યુવકના પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીજી તરફ મોડલ યુવતીએ પણ યુવક તેને ચાંદખેડા અને નરોડા ખાતે હોટલમાં લઈ જઈ તેના પર મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

Image source પ્રતિકારત્મક તસ્વીર

હાલ તો બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતો યુવક 2019માં વિદેશમાં અભ્યાસ અર્થે ગયો હતો ત્યારે મોડેલ સાથે દુબઈ એરપોર્ટ પર મુલાકાત થઇ હતી. આ બાદ બંનેની આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. બંને સાથે ફરવા જતા પણ હતા. પરંતુ યુવકે સંબંધ ઓછા કરી નાખતા સમાધાન પેટે 10 લાખની માંગ કરવામાં આવી હતી.

Image source પ્રતિકારત્મક તસ્વીર

તો મોડેલએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુવક સાથે દુબઈમાં મુલાકાત થઇ હતી અને લગ્નની લાલચે યુવક તેને નરોડા અને ચાંદખેડાની હોટેલમાં લઇ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા આ બાદ યુવક સાથે વાત કરવાનું ઓછું કરી દેતા રસ્તા પર અને કામની જગ્યા પર ધમકી આપતો હોય તેવો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.